ડિસ્ચાર્જ બાદ દર્દી આ રીતે લઈને જાય છે પોઝિટિવિટી, જાણો હોસ્પિટલનું સરાહનીય કાર્ય
આ પુસ્તકની અંદર વિદુર નીતિના, ચાણક્યના, ગીતાજીના રામ ચરણના કેટલાક શ્લોકો છે. જેથી કરીને તે વાંચે અને એક પોઝિટિવ લઈને ઘરે જાય છે. દર્દી એક સુખદ યાદી સાથે ઘરે જાય તે માટે આ પહેલ કરવામાં આવી છે.
રાજકોટ: હોસ્પિટલનું નામ સાંભળતા જ મગજમાં મોટી મોટી બિમારી વિશેના વિચારો આવવા લાગે છે. એમાં પણ જ્યારે દર્દી હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે સ્વાભાવિક છે કે, તેના મગજમાં નેગેટિવ વિચારો આવવા લાગે છે. ત્યારે રાજકોટની આરોગ્ય હોસ્પિટલ દ્વારા દર્દીના મનમાંથી નેગેટિવિટી દૂર કરીને પોઝિટિવિટી લાવવા માટે દર્દીઓને ડિસ્ચાર્જ સમયે એક પુસ્તક આપવામાં આવે છે. જેથી દર્દી જ્યારે ઘરે જાય ત્યારે પણ પોઝિટિવ રહે અને ઘરે જઈને પણ પોઝિટિવ રહે છે.
આરોગ્ય હોસ્પિટલમાં ફરજ બજાવતા ઓર્થોપેડિક સર્જન વિવેક ખખરે જણાવ્યું કે, જ્યારે દર્દી હોસ્પિટલમાં આવે ત્યારે હોસ્પિટલનું સેટઅપ જુએ અને બીજી તરફ દર્દી શારીરિક અને માનસિક આઘાતમાંથી અંદર આવે છે.સ્વસ્થ થઈ જાય પછી પણ તેને ઘણી બધી સારવાર કરવાની જરૂર હોય છે. જેથી તે પોઝિટિવ માઈન્ડ સેટ સાથે ઘરે જાય તે અને તેનુ મગજ એક્ટિવ રહે તે માટે હોસ્પિટલમાં એક અભિગમ લાવવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને પંચામૃત નામનું પુસ્તક દરેક ડિસ્ચાર્જ દર્દીને આપવામાં આવે છે.
આ પુસ્તકની અંદર વિદુર નીતિના, ચાણક્યના, ગીતાજીના રામ ચરણના કેટલાક શ્લોકો છે.જેથી કરીને તે વાંચે અને એક પોઝિટિવ લઈને ઘરે જાય છે. આખી હોસ્પિટલ અને સ્ટાફનો પણ એવો અભિગમ હોય કે, જ્યારે તેઓ અહીંયા રહે ત્યારે પણ અમે પોઝિટીવીટી શેર કરીએ. જેથી તે ઘરે જાય ત્યારે પણ પોઝિટિવ રહે.એટલા માટે આ બુક આપવામાં આવે છે. દર્દી એક સુખદ યાદી સાથે ઘરે જાય તે માટે આ પહેલ કરવામાં આવી છે.
મોબાઈલના જમાનામાં બુક વાંચવાની આદત હવે લોકોમાં ઓછી થઈ ગઈ છે. કારણ કે હવે જમાનો વેબ સીરિઝનો છે. ઓટીટી પ્લેટફોર્મનો છે. લોકોનો મોટાભાગનો સમય તેમાં જાય છે. જેના કારણે નેગેટિવિટી પણ આપણા મગજમાં આવે છે. જેના કારણે માણસ અવળા રસ્તે ચડે છે.
ત્યારે જૂની પુરાની જે વિચારધારા છે, કે જે પોઝિટિવ આપણા મગજમાં રહે તે પોઝિટિવ લાવવા માટે દર્દીને ડિસ્ચાર્જ સમયે આ પુસ્તક આપવામાં આવે છે. જેથી તે ઘરે જઈને પણ પોઝિટિવ રહે છે. આ પુસ્તકનો રિસ્પોન્સ પણ ખુબ સારો મળી રહ્યો છે. તેને એક હોસ્પિટલ તરફથી યાદી મળે છે જેના કારણે તેને દુઃખદ પ્રસંગને ભુલીને સુખદ વાત યાદ કરી શકે છે.