Home /News /rajkot /રાજકોટમાં 10 કરોડથી વધારેના પતંગ-દોરા વેચાઈ ગયા! એનાથી પણ મોટો છે આ ધંધો, કરોડોની કમાણી
રાજકોટમાં 10 કરોડથી વધારેના પતંગ-દોરા વેચાઈ ગયા! એનાથી પણ મોટો છે આ ધંધો, કરોડોની કમાણી
uttarayan business
Uttarayan Business In Rajkot: રાજકોટમાં તહેવાર દરમિયાન પતંગ સિવાય આશરે 12 કરોડ રૂપિયા જેટલો ખાદ્ય સામગ્રીનો વેપાર થતો હોય છે લોકો ઊંધિયું જલેબી સહિત વિવિધ ખાવાની વાનગીઓ આરોગી જતા હોય છે.
ગુજરાતીઑ માટે નવરાત્રિ પછી સૌથી વધારે મઝાનો કોઈ તહેવાર હોય તો એ છે ઉત્તરાયણ. મકરસક્રાંતિ ગુજરાતી લોકો માટે લાગણીનો તહેવાર છે. ઘણી બધી રીતે લોક જોડાયેલા હોય છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં તો પતંગોની જોરદાર જમાવટ થતી હોય છે. રાજકોટમાં દર વર્ષે આશરે 8 થી10 કરોડ રૂપિયાનો પતંગ બજારનો વેપાર થતો હોય છે તો આશરે 2000 જેટલા લોકોને આર્થિક રીતે ફાયદો થતો હોય છે.
500 થી પણ વધુ નાની મોટી દુકાનો
શહેરના સદર બજાર વિસ્તાર સહિત સમગ્ર રાજકોટ શહેરમાં આશરે 500 થી પણ વધુ નાની મોટી દુકાનો આવેલી છે. દરેક દુકાનમાં ઓછામાં ઓછા 2 થી 3 વ્યક્તિ પણ કામ કરતા હોય છે આ ઉપરાંત મકરસંક્રાંતિના પર્વ પર રોજીરોટી કમાવવા માટે ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો ખાસ રાજકોટ આવતા હોય છે. તેઓ અહીંયા માંજો બનાવી રોજી રોટી પણ કમાતા હોય છે.
રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિના ચાર મહિના પહેલા જ બિહાર તેમજ ઉત્તર પ્રદેશથી માંજો બનાવનારા કારીગરો રાજકોટ આવી જતા હોય છે અને મોટા જથ્થામાં માંજો બનાવતા હોય છે જે મકરસંક્રાંતિના તહેવાર પર વેચીને કમાણી કરતા હોય છે. લારીગલ્લાવાળા પણ આ તહેવાર પર અવનવા રમકડાઓ ના વેપાર કરી આર્થિક ઉપાર્જન કરતા હોય છે.
મકરસંક્રાંતિના તહેવાર પર હવે પતંગ દોરા ઉપરાંત ફૂડ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. મકરસંક્રાંતિના આ તહેવાર પર પતંગ ઉડાવતા લોકો બજારમાં મળતા સ્વાદિષ્ટ ઊંધિયાનો આનંદ માણતા હોય છે આ ઉપરાંત પતંગ ચગાવતા સમયે પણ માંડવી પાક તેમજ ચીકી પણ આરોગતા હોય છે ત્યારે મકરસંક્રાંતિના આ તહેવાર પર ફૂડ બજારમાં ખૂબ તેજી જોવા મળી રહી છે.
આ તહેવાર દરમિયાન આશરે 12 કરોડ રૂપિયા જેટલો ખાદ્ય સામગ્રીનો વેપાર થતો હોય છે લોકો ઊંધિયું જલેબી સહિત વિવિધ ખાવાની વાનગીઓ આરોગી જતા હોય છે.આશરે 3000 લોકો ફૂડ વેપાર સાથે જોડાયેલા હોય છે. રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિના પર્વ પર પતંગ તેમજ ફૂડ બજાર સહિત આશરે કુલ 22 કરોડનો વેપાર થતો હોય છે તેમજ અંદાજિત 5000 જેટલા લોકોને રોજગારી મળતી હોય છે..