'સૌરાષ્ટ્ર કી છોરી છોરે સે કમ નહીં હૈ' રાજકોટની 17 વર્ષની દિકરીએ 'ડોટર્સ ટી' શરૂ
રાજકોટની એક 17 વર્ષની દેવાંશી સપનાએ ‘ડોટર્સ ટી’થી પોતાનું નવું અને નાનકડુ સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. દેવાંશી બપોર પછી 4 થી 8 પોતાનો ટી સ્ટોલ ચલાવે છે અને સવારમાં પોતાનો અભ્યાસ કરે છે. આ સાથે જ તે રવિવારે આખો દિવસ પોતાનો ટી સ્ટોલ ચાલુ રાખે છે.
Mustufa Lakdawala, Rajkot: આજે દરેક છોકરીઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની હરણફાળ ભરી રહી છે. એન્જીનિયર હોય કે ડોક્ટર, વાત હોય અવકાશમાં જવાની કે પછી વાત હોય નેવી ઓફિસર બનવાની. આજે દરેક ક્ષેત્રમાં દિકરીઓ દિકરાઓ કરતા પણ આગળ વધીને કામ કરી રહી છે.બિઝનેસ કે નોકરી નાની હોય કે મોટી દરેક જગ્યા પર મહિલાઓનો ફાળો વધારે છે.
રાજકોટની એક 17 વર્ષની દેવાંશી સપનાએ ‘ડોટર્સ ટી’થી પોતાનું નવું અને નાનકડુ સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તે ભણવાની સાથે સાથે ચા વેચીને પોતાના બિઝનેસને આગળ લઈ જવા માંગે છે. તે જીવનમાં ઘણું બધુ મેળવવા માંગે છે.જેથી તેને નાનકડા એવા ટી સ્ટોલથી પોતાના કરિયરની શરૂઆત કરી છે.
દેવાંગી સપનાએ જણાવ્યું કે, તેને ધોરણ 10 પુરુ કરીને કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લીધુ છે. તે ભણવાની સાથે સાથે ડોટર્સ ટીનો બિઝનેસ પણ ચાલુ રાખવા માંગે છે. તેનો ઉદેશ ગ્રેજ્યુએશન પુરુ કરવાનો છે અને પોતાના બિઝનેસને આગળ લઈ જવાનો છે.
દેવાંશી બપોર પછી 4 થી 8 પોતાનો ટી સ્ટોલ ચલાવે છે અને સવારમાં પોતાનો અભ્યાસ કરે છે. આ સાથે જ તે રવિવારે આખો દિવસ પોતાનો ટી સ્ટોલ ચાલુ રાખે છે. આમ આ દિકરીને ભણવાની લગન સાથે સાથે બિઝનેસ કરવાની પણ લગન છે.
સપના યુવાનોને એ જ સંદેશ આપવા માંગે છે કોઈ પણ બિઝનેસ નાનો નથી હોતો. બસ, તમારા સાહસની જરૂર હોય છે.ગ્રેજ્યુએશન પછી બીજાની પંચાત કરવી એના કરતા આપણે આપણુ જ કંઈક સ્ટાર્ટ અપ કરવું જોઈએ.જેથી આપણે આપણી મંજીલ સુધી પહોંચી શકીએ.