Home /News /rajkot /રાજકોટ: પીર બાબાની દરગાહ પર ફૂલ-ચાદર નહીં, ચડાવાય છે લોખંડ; પૂરી થાય છે કામના

રાજકોટ: પીર બાબાની દરગાહ પર ફૂલ-ચાદર નહીં, ચડાવાય છે લોખંડ; પૂરી થાય છે કામના

પીર બાબાની દરગાહ પર ફૂલ-ચાદર નહીં, ચડાવાય છે લોખંડ

Rajkot Pir Baba Dargah: રાજકોટ જિલ્લાના શાપર ગામમાં એક અનોખી દરગાહ આવેલી છે. અહીંયા ચાદર નહીં પણ પીર બાબા પર લોખંડ ચડે છે

    રાજકોટ: જિલ્લાના શાપર ગામમાં એક અનોખી દરગાહ આવેલી છે. અહીંયા ચાદર નહીં પણ પીર બાબા પર લોખંડ ચડે છે. અહીંયા મુસ્લિમો જ નહીં તમામ ધર્મના લોકો પોતાનું શિશ ઝુકાવે છે. એક એવી દરગાહ જ્યાં જતાં લોકોના તમામ દુખ દૂર થઈ જાય છે. કોઈનું કઈ કામ અટક્યું હોય અને જો શાપરની આ દરગાહની માનકા માનો તો આપને અવશ્ય તેનું પરિણામ મળે છે તેવું અહીં આવતા શ્ર્દ્ધાળુઓનું માનવું છે. અહીં આવતા લોકો લોખંડના ડબ્બાની માનતા માને છે. જેની માનતા પૂર્ણ થાય છે તે અહીં આવીને પતરા કે લોખંડના ડબ્બા ચડાવે છે. જે વાતની સાબિતી આપે છે અહીં મુકેલા ડબ્બા. જેમ-જેમ દિવસો પસાર થાય છે તેમ-તેમ અહીં ડબ્બાઓની સંખ્યા વધતી જાય છે. જે બતાવે છે કે આ દરગાહે કેટલા લોકોની મનોકામના પૂર્ણ કરી છે.

    સામાન્ય રીતે ધાર્મિક સ્થળો પર મીઠાઈ, પુષ્પ શ્રીફળ ચડતું હોય છે પરંતુ અહીં માત્ર લોખંડના ડબ્બા ચડે છે. આપને સવાલ થતો હશે કે રાજકોટના શાપરમાં આવેલી આ દરગાહ પર કેમ માત્ર લોખંડ અને ડબ્બા જ ચડે છે. કેમ લોકો ડબ્બા ચડાવવાની માનતા માને છે? કેમ આ સ્થળ ડબ્બા પીરની દરગાહ તરીકે જાણીતું બન્યું?


    આ પણ વાંચો: રાજકોટ: બાળકીને બચાવવા જતા પાંચ મહિલા પાણીમાં ડૂબી

    રાજકોટના શાપરમાં વર્ષો પહેલા અહીં હાજીબાપા થઈ ગયા. હાજીબાપાને લોખંડનો બહુ શોખ હતો. તેઓ ગમે ત્યાંથી લોખંડ મળે તો તેને શરીર પર ધારણ કરતા હતા. તેમને લોખંડ પ્રત્યે લગાવ હોવાથી તેઓ ડબ્બાપીર તરીકે ઓળખાયા. હાજીપીર દયાળુ પણ હતા, હાજીબાપા પડવલા, વેરાવળ, શાપર સહિતના ગામોમાં જતા હતા. ઘરે ઘરે ભિક્ષા માગીને ખાતા પણ એકલા નહીં. શ્વાન અને ગાયોની આંતરડી પણ ઠારતા તેમના માટે પણ બટકું રોટલો અલગ રાખતા, આ માટે દરગાહ કોમી એકતાનું પ્રતિક છે. અહીં આવતા લોકોનું માનવું છે કે, ના હિન્દુ ના મુસલમાન આ પીર તો સૌના છે.

    અહીં વિનુભાઈ નામના બિઝનેસમેન છેલ્લા 10 વર્ષથી આવે છે. તેઓ જ્યારે પણ તેમના ધંધામાં કઈંક નવું કરવાનું વિચારે ત્યારે તેઓ અહીં આવીને માથુ ટેકવે છે. પીર બાબા તેમની ઈચ્છા પૂર્ણ કરે છે. વિનુભાઈ જેવા કેટલાય લોકો અહીં આવી માથુ ટેકવે છે અને લોખંડના ડબ્બા ચડાવે છે. આ અમે નથી કહેતા પણ અહીં આવતા શ્રદ્ધાળુઓ આ વાતની સાબિતિ આપે છે.

    ધંધામાં ખોટ ગઈ હોય કે તબિયત નાદુરસ્ત રહેતી હોય કે પછી સંતાન પ્રપ્તિની ઈચ્છા ધરાવતા પણ અહીં આવી માથુ ટેકવે છે. અહીં ડબ્બાની સાથે પારણા પણ જોવા મળે છે. લોકોના કહેવા મુજબ હાજીપીરબાબા નિ:સંતાનને ત્યાં સંતાના પ્રાપ્તિના આશીર્વાદ આપે છે માટે જેની મનોકામના પૂર્ણ થાય તે અહીં આવીને પીરબાબાને પારણું મુકે છે. એટલા માટે જ તો કહેવાય છે કે માનો તો બધું છે, ન માનો તો કઈં નહીં.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Rajkot News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन