રાજકોટ: રાજકોટની મેટોડા GIDCમાં મોટી દુર્ઘટના બની છે. અહીં ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ લાગી હતી. આગ લાગતાં પાંચ શ્રમિકો દાઝ્યાં હોવાના સમાચાર મળી રહ્યા છે. આગને પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આગમાં દાઝેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટની મેટોડા GIDCમાં આગનો બનાવ સામે આવ્યો છે. મેટોડા જીઆઇડીસીની ઓરડીમાં આગની ઘટના બની હતી. અહીં અચાનક જ ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ લાગી હતી. જ્યારે અહીં કામ કરતાં પાંચ શ્રમિકો દાઝ્યા હતા. દાઝેલા લોકો મેક્સવેલ નામની સીએનજી કંપનીમાં કામ કરતા હતા. કારખાનામાં કામ કરતા પરપ્રાંતિયઓના રહેણાંક વિસ્તારમાં આગની ઘટના બની હતી. તમામ પાંચ લોકોને રાજકોટની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આગને પગલે જીઆઇડીસીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઘટના સ્થળે હાજર લોકોએ ફાયર બ્રિગેડ અને 108ની ટીમને જાણ કરી હતી. દુર્ઘટનામાં દાઝેલા શ્રમિકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.