Home /News /rajkot /

Rajkot: રાજકોટમાં ફાયર વિભાગની લાલ આંખ, 428થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગને ફટકારી નોટિસ

Rajkot: રાજકોટમાં ફાયર વિભાગની લાલ આંખ, 428થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગને ફટકારી નોટિસ

ફાયર

ફાયર NOC રિન્યુ ન કરનારના પાણી અને વીજ કનેક્શન કાપવાની આપી ચીમકી

રાજકોટનું ફાયર બ્રિગેડ વિભાગ (Fire Brigade Department) એક્શનના મોડમાં જોવા મળ્યું છે. શહેરની 428થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગને ફાયર NOC રિન્યુ કરવા ચોથી વખત નોટિસ (Notice) પાઠવી છે.

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટનું ફાયર બ્રિગેડ વિભાગ(Fire Brigade Department) એક્શનનામોડમાંજોવા મળ્યું છે. શહેરની428થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગનેફાયર NOC રિન્યુકરવા ચોથી વખત નોટિસ(Notice)પાઠવી છે. તેમ છતાં મિલકતધારકો(Property owners) NOC રિન્યુ કરતા નથી. આથી હવે ફાયર વિભાગે લાલ આંખકરી છે અને જણાવ્યું છે કે, જો મિલકતધારકો NOC રિન્યુ નહીં કરે તો તેના પાણીઅને વીજ કનેક્શન કાપીનાખવામાં આવશે. નોટિસ ઇસ્યુ થયાના સાત દિવસમાં NOC રિન્યુ કરવાના રહેશે.


    ત્રણ-ત્રણ વાર NOC રિન્યુ કરવા નોટિસ આપી


    રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) એ શહેરમાં 750થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગ માટે ટાઉન પ્લાનિંગ વિભાગે મંજૂરી આપી છે. જેમાં 428થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગ ધારકોએ ફાયર NOC રિન્યુ કરાવ્યું નથી. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બિલ્ડીંગ ધારકોને ત્રણ-ત્રણ વાર NOC રિન્યુ કરવા નોટિસ આપી છતાં મિલકતધારકો ટસના મસ થતા નથી. આથી ફાયર વિભાગે ચોથીવાર નોટિસ આપી છે. હવે જો NOC રિન્યુ નહીં કરાવે તેનું પાણી અને વીજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરાશે તેવું ફાયર વિભાગ દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું છે.


    સ્ટેશન ઓફિસર સ્થળ પર જઇ રૂબરૂ નોટિસ આપી આવ્યા


    રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અગાઉ ફાયર NOC ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આમાં જેણે રિન્યુ કરાવ્યા નથી. અંગે અખબારોમાં પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. છતાં કોઈ જવાબ આવતા સ્ટેશન ઓફિસર ફરી સ્થળ પર જઇ રૂબરૂ નોટિસ આપી આવ્યા હતા. તેમ છતાં કોઈ રિન્યુઅલ નહીં કરાવે તો નળ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. 428 નોટિસમાંથી 15થી 20 નોટિસ રિન્યુ થઈ ગઈ છે. આટલા સમયગાળા દરમિયાન ફરી બીજી મિલકતનો પણ રિન્યુઅલનો ટાઇમ આવી જતા ફરી 428ની આસપાસનો આંકડો છે જેને નોટિસ આપવામાં આવી છે. લોકો ફરી રિન્યુ કરે તો સ્થળ પર જઇ રૂબરૂમાં નોટિસની બજવણી કરવામાં આવશે.


    આ પણ વાંચો: કરોડોના ખર્ચે બનતા PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસની કામગીરી પૂરજોશમાં

    ફાયર NOC કઢાવવા જઇએ તો સ્ટાફ હોતો નથી


    શહેરના સ્ટાર પ્લાઝાના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, સ્ટાર પ્લાઝા કોમર્શિયલ બિલ્ડીંગ છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. અમે ફાયર સેફ્ટીના બધા નિયમો પાળેલા છે. આજ સુધી સ્ટાર પ્લાઝામાં ફાયર બ્રિગેડ તપાસ માટે આવ્યું નથી. જ્યારે આગના બનાવ બને ત્યારે મોત થાય ત્યારે નોટિસ આપી સંતોષ માની લે છે. આજ સુધી ફાયરબ્રિગેડના અધિકારીઓએ ક્યાંય ચેકિંગ પણ કર્યું નથી. પોતાના સ્ટાફના માણસોને મોકલી સંતોષ માની લે છે. જ્યારે ફાયર NOC કઢાવવા જઇએ તો સ્ટાફ હોતો નથી. આથી લોકો હેરાન-પરેશાન છે. ખરેખર આગ લાગે ત્યારે નહીં પણ પહેલેથી પ્લાનિંગ હોવું જોઇએ. ફાયર બ્રિગેડ પાસે ટેકનિકલ જ્ઞાન નથી. નોટિસ કોર્પોરેશનના ચોપડે ઓન પેપર બોલે છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, ફાયર વિભાગ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन