રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દત્તક લીધેલી દીકરીના પાલક પિતાએ કારખાનેદાર સાથે મળીને અનેક વખત શારીરિક અડપલા તેમજ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા મામલો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નવાગામ બામણબોર પાસે આવેલ આકાશ પોલિમર્સ નામના કારખાનામાં કામ કરતા તેમજ ઓરડીમાં રહેતા અલી અલ્લારખાભાઈ સમેજા તેમજ કારખાનાના માલિક કૌશિકભાઈ લોહાણા વિરૂદ્ધ દુષ્કર્મ તેમજ પોકસો એક્ટ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સાથે જ અલીની પત્ની આશુ અલી સમેજા વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે પીડિતાની માતાએ પોલીસને જણાવ્યું છે કે, તેમની દીકરી જ્યારે એક માસની હતી ત્યારે નિસંતાન એવા સમેજા દંપતીને દીકરી દત્તક આપી હતી. જે સમયે દીકરી દત્તક આપી ત્યારે આશુ અને અલી જૂનાગઢ પંથકમાં રહેતા હતા. દીકરીને દત્તક લીધા બાદ તેમને ત્યાં ત્રણ સંતાનોનો પણ જન્મ થયો હતો. હાલ તમામ નવાગામ બામણબોર પાસે આવેલ આકાશ પોલિમર્સ નામના કારખાનામાં રહે છે.
દરમિયાન તાજેતરમાં દીકરી પોતાના જન્મ દેનારા માતા-પિતાને ઘરે રોકવા ગઈ હતી. જે બાદ રાજકોટ પરત ફરવાની ના પાડતા માતા-પિતાએ દીકરીને પૂછપરછ કરતા તેણે પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, આશુએ એક સંતાનને જનમ આપ્યો, ત્યારથી પાલક પિતાએ મારી સાથે અત્યંત ખરાબ રીતે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ બળજબરીપૂર્વક મારું મોઢું દબાવી આખા શરીરે અડપલા કર્યા હતાં. આવું અનેક વખત કર્યું હતું. આટલું જ નહીં, થોડા દિવસો બાદ કારખાના વાળા કૌશિકની ઓફિસમાં ટિફિન આપવા જતાં તેણે પણ અડપલા કરી ગંદી હરકત કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર