Home /News /rajkot /

રાજકોટ : કુખ્યાત ડ્રગ પેડલર પિતા-પુત્ર ઝડપાયા, કોલેજીયનોને વેચતા હતા ડ્રગ્સ!

રાજકોટ : કુખ્યાત ડ્રગ પેડલર પિતા-પુત્ર ઝડપાયા, કોલેજીયનોને વેચતા હતા ડ્રગ્સ!

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કુખ્યાત ડ્રગ્સ પેડલર ઈરફાન પટણીને તેના પુત્ર સાથે ઝડપી પાડ્યો છે

બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પિતા પુત્રને માલિયાસણ ચોકડી પાસે જથ્થા સાથે ઝડપી પાડ્યા

રાજકોટ: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કુખ્યાત ડ્રગ્સ પેડલર ઈરફાન પટણીને તેના પુત્ર સાથે ઝડપી પાડ્યો છે, ત્યારે વધુ પૂછપરછ માટે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, કુખ્યાત ડ્રગ પેડલર ઈરફાન પટણી પોતાના પુત્ર અમન સાથે અમદાવાદથી રાજકોટ તરફ આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પિતા પુત્રને માલિયાસણ ચોકડી પાસે જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પિતા પુત્ર પાસેથી 76.45 ગ્રામ મેફરોન ડ્રગ્સ તેમજ 60000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી રૂપિયા 8.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો મુંબઈ તેમજ અજમેરથી લાવ્યા હોવાની કબુલાત આપી છે. ત્યારે પોલીસે ઈરફાનને ડ્રગ્સનો જથ્થો આપનાર મુંબઈ તેમજ અજમેરનો શખ્સ કોણ છે તે અંગે પણ તપાસ આરંભી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પિતા પુત્ર ફ્રુટના ધંધા સાથે સંકળાયેલા છે. ઈરફાન પટણી અગાઉ પણ એનડીપીએસના કેસમાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

પોલીસને શંકા છે કે આ બંને પિતા પુત્ર રાજકોટમાં કોલેજીયનોને ડ્રગ્સ વહેંચી રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા પિતા પુત્રના સીડીઆર સહિતની વિગતો પણ કઢાવવામાં આવશે. પિતા પુત્રના સંપર્કમાં અન્ય કોઈ ડ્રગ પેડલર છે કે કેમ? તેમજ નશાના બંધાણીઓ છે કે કેમ? તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ડ્રગ પેડલરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ ડ્રગનો જથ્થો જુનાગઢ તેમજ પોરબંદરથી લાવ્યા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Drugs Case, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन