Home /News /rajkot /ગુજરાતીઓ હવે ગીરની સાથે સાથે રાજકોટમાં પણ માણી શકે છે લાયન સફારીની મજા

ગુજરાતીઓ હવે ગીરની સાથે સાથે રાજકોટમાં પણ માણી શકે છે લાયન સફારીની મજા

મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટ ₹2587 કરોડનું છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટ ₹2587 કરોડનું છે. જે અંતર્ગત ₹1600 કરોડના મૂડી ગત કામો સૂચવવામાં આવ્યા છે

રાજકોટ: શહેર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ આજરોજ રજૂ કરવામાં આવ્યું છે. ડ્રાફ્ટ બજેટને અભ્યાસ અર્થે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને સોંપવામાં આવ્યું છે. ત્યારે આજરોજ રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં મનપાની તિજોરી છલકાવી શકે તે માટે પાણી વેરો મિલકત વેરો તેમજ ગારબેજ કલેક્શન સહિતના વેરામાં વધારો કરવામાં આવ્યો છે. તો સાથે જ રેસિડેન્સીયલ પ્લોટ અને નોન રેસિડેન્સીયલ પ્લોટના વેરામાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. તો સાથે જ થિયેટરમાં પ્રતિ શો દીઠ હાલ રૂપિયા 100 ઉઘરાવવામાં આવે છે. જે વધારીને રૂપિયા 1000 કરવામાં આવે તે પ્રકારનું સૂચન ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટ ₹2587 કરોડનું છે. જે અંતર્ગત ₹1600 કરોડના મૂડી ગત કામો સૂચવવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરા મારફતે 340 કરોડ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં મિલકત વેરા મારફતે મનપાને 240 કરોડ મળ્યા છે. જ્યારે નાણાકીય વર્ષ 2023 - 24 માટે મિલકત વેરાનો ટાર્ગેટ મનપા દ્વારા 471 કરોડનો રાખવામાં આવ્યો છે. આગામી નાણાકીય વર્ષ માટે રોડ રસ્તાના કામકાજ માટે બજેટમાં રૂપિયા 167 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજકોટ શહેરના 48 રાજમાર્ગો હતા જેને વધારીને 79 કરવામાં આવ્યા છે. બજેટમાં નવા સાત બગીચાઓ સૂચવવામાં આવ્યા છે. ચાર નવા ડાયાલીસીસ સેન્ટર, એક ટીબી સેન્ટર તેમજ બે નવી સ્કૂલ બિલ્ડીંગ પણ સૂચવવામાં આવી છે. વોંકળા સફાઈ માટે રૂપિયા સાડા સાત કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૃક્ષના છેદન બદલ 5000 રૂપિયા તેમજ વૃક્ષના મૂળિયામાં કેમિકલ સહિતના દ્રવ્યો નાખી નુકસાન પહોંચાડવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો સાથે જ આગામી દિવસોમાં રાજકોટ વાસીઓ લાયન સફારી પાર્કની મજા માણી શકે તે માટે લાયન સફારી પાર્ક પણ બનાવવામાં આવશે. જે માટે પ્રદ્યુમન પાર્ક પાસે લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. લાયન સફારી પાર્ક બનાવવા માટે 10 હેક્ટરની જરૂર હોય છે પરંતુ મનમાં પાસે પ્રદ્યુમન પાર્ક પાસે 20 હેક્ટર જમીન છે. તો આગામી નાણાકીય વર્ષમાં મનપા વધુ સીએનજી તેમજ ઈલેક્ટ્રીક બસ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ખરીદ કરશે.

ડ્રાફ્ટ બજેટમાં વોટર સપ્લાય માટે 536 કરોડ જ્યારે કે ડ્રેનેજ ના કામ માટે 208 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગત બજેટમાં પણ મહાનગરપાલિકાએ જમીન વહેંચીને 400 કરોડ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે આજ દિવસ સુધી સરકાર દ્વારા પ્લોટ વહેચવા માટેની મંજૂરી મનપાને આપવામાં નથી આવી. ત્યારે ચાલુ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા જમીન વહેંચીને 400 કરોડ મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાને બાંધકામ રેગ્યુલર કરવાની 700 જેટલી અરજી મળી છે. ઇમ્પેક્ટ ફી લઈને રાજ્ય સરકારના નિયમ અનુસાર મહાનગરપાલિકા દ્વારા બાંધકામને રેગ્યુલર કરી આપવામાં આવશે.

આ પણ વાંચો: દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા

કેમાં કેટલો વધારો સૂચવવામાં આવ્યો?


પાણીવેરો રહેણાંક : હાલ 840, સૂચિત 2400
પાણી વેરો કોમર્શિયલ : હાલ 1680, સૂચિત 4800
ગાર્બેજ કલેક્શન : હાલ 365, સૂચીત 730
ગાર્બેજ કલેક્શન કોમ. : હાલ 730, સૂચિત 1460
મિલકત વેરો રહેણાંક : હાલ 11, સૂચિત 13
મિલકત વેરો કોમ. : હાલ 22, સૂચિત 25 ( પ્રતિ ચો.મી )
પ્રથમ વખત પર્યાવરણ ચાર્જ દાખલ : રહેણાંક ને લાગુ નહિ પડે



પાણી વેરો પ્રતિ માસ 200 અને 400 સૂચવવામાં આવ્યો
પર્યાવરણ વેરો પ્રથમ વખત સૂચવવામાં આવ્યો
500 મી.થી સુધીના રેસીડેન્સીયલ પ્લોટ ધારકોને 28 ચો.મી
500 મી.થી વધારે હોય તેવા રેસીડેન્સીયલ પ્લોટ ધારકોને 42 ચો.મી
નોન રેસીડેન્સીયલ માટે 54 ચો.મી વેરો સૂચવવામાં આવ્યો છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, રાજકોટ

विज्ञापन