Home /News /rajkot /પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, સતત બીજા દિવસે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, સતત બીજા દિવસે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

મૃતક પિતાની ફાઇલ તસવીર

ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રાજકોટના કુવાડવાના સણોસરા ગામના પિતા પુત્ર જતા હતા ત્યારે રખડતો શ્વાન આડો ઉતરતા બાઇક સ્લિપ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

રાજકોટઃ ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રાજકોટના કુવાડવાના સણોસરા ગામના પિતા પુત્ર અમરેલીના વડીયાના છેવાડાના ગામ વાસાવડથી દડવાના રસ્તા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રખડતો શ્વાન આડો ઉતરતા બાઇક સ્લિપ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, અમરેલીના વડીયાના છેવાડાના ગામેથી વાસાવડ તરફ જતા પિતા-પુત્રનો અકસ્માત સર્જાયો હતો. અચાનક કૂતરું આડું ઉતરતા પિતા-પુત્ર બાઇક પરથી નીચે પટકાયા હતા. જેમાં પિતાને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે પુત્રને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારે માવજીભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની બીજી શોભાયાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો

માતાજીના નૈવૈદ્ય કરવા ગયા હતા


મૃતક માવજીભાઈ હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. તેમજ મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બુધવારના રોજ ચૈત્ર સુદ અષ્ટમી હોવાથી પિતા-પુત્ર લુણીધારમાં તેમના કુટુંબીજન દ્વારા યોજવામાં આવેલા માતાજીના માંડવામાં ગયા હતા. તેમજ ત્યાંથી નોંઘણવદરમાં માતાજીના નૈવૈધ અર્થે પણ ગયા હતા. જ્યાંથી રાજકોટ તરફ આવતી વખતે વાસાવડથી દડવા વચ્ચેના માર્ગ પર અકસ્માત સર્જાતા સમગ્ર ઘટના બની હતી.


પહેલાં પણ આવી ઘટના બની હતી


ઉલ્લેખનીય છે કે, ગત 23મી માર્ચે રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે શ્વાન પાછળ દોડતા દોડતા મહિલાની સાડી પકડી લેતા ડરી ગયેલી મહિલા બાઈક પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આમ, માત્ર બે દિવસના સમયગાળામાં સુરત શહેર બાદ રાજકોટ શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો. આમ, હવે રાજકોટ શહેર બાદ રાજકોટ તેમજ અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Dog, Dog attack, Dogs, Rajkot News, Rajkot police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો