રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં 11 શાળા સિલેક્ટ કરવામાં આવી છે. આ 11 શાળામાં સ્ટેમ લેબ બનાવવામાં આવી છે. સ્ટેમ લેબ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને મેથ્સ. જેને આખી સાયન્સ લેબ કહેવામાં આવે છે.
રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં 11 શાળા સિલેક્ટ કરવામાં આવી છે. આ 11 શાળામાં સ્ટેમ લેબ બનાવવામાં આવી છે. સ્ટેમ લેબ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને મેથ્સ. જેને આખી સાયન્સ લેબ કહેવામાં આવે છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટ તાલુકાની શાળાઓમાં કંઈક નવુ કરવા માટે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જિલ્લાના તમામ 11 તાલુકામાં એક-એક સ્ટેમ લેબ બનાવી છે.જેથી વિદ્યાર્થીઓ દરેક પ્રયોગ લાઈવ કરી શકે અને તેને જોઈને જાણી શકે.
રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં 11 શાળા સિલેક્ટ કરવામાં આવી છે. આ 11 શાળામાં સ્ટેમ લેબ બનાવવામાં આવી છે. સ્ટેમ લેબ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને મેથ્સ. જેને આખી સાયન્સ લેબ કહેવામાં આવે છે. આવી લેબ 11 શાળાઓમાં બનાવવામાં આવી છે. આ લેબ નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી છે.
રાજકોટ જિલ્લા અધિકારી દેવ ચૌધરીના જણાવ્યા મુજબ, આ શાળાઓમાં સ્ટેમ લેબ છે તે એક નવો કન્સેપ્ટ છે. પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ હોય તેમને બધા પ્રયોગ કરવા મળશે. સાયન્સનાં પ્રેક્ટીકલ એક્સપરિમેન્ટ કરવા મળશે. દરેક લેબ પર સાડા 3 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. નાણાપંચના ફંડની જે 40 લાખની ગ્રાન્ટ હતી તે પૈકી આ કામ પુરૂ કરાવવામાં આવ્યું છે. કોડિંગ જેવા નવા અનુભવનો લાભ વિદ્યાર્થીઓને મળશે. જેથી તેઓના નોલેજમાં પણ વધારો થશે. અત્યારે દરેક તાલુકાની એક એક શાળામાં આ મોડલ વિકસાવવામાં આવ્યું છે. આજુ બાજુની શાળાના વિદ્યાર્થીઓ પણ આ લેબનો લાભ લઈ શકે તેમાટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સફળ થયા બાદ અન્ય કઈ કઈ જગ્યા પર આ પ્રોજેક્ટ સફળ થશે તે માટેનું પ્લાનિંગ કરવામાં આવશે જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ લાભ મળી શકે.