Home /News /rajkot /રાજકોટમાં અધિકારી આપઘાત કેસમાં મોટા ખુલાસા! જ્યુડિશિયલ ઈન્કવાયરી થશે

રાજકોટમાં અધિકારી આપઘાત કેસમાં મોટા ખુલાસા! જ્યુડિશિયલ ઈન્કવાયરી થશે

જયુડીશીયલ ઈન્કવાયરીની ખાતરી મળતા 36 કલાક બાદ રવિવારે રાત્રે પરિવારે મૃતદેહ સંભાળી લીધો હતો.

Rajkot news: બિશ્નોઇની પત્નીએ ઘરમાંથી રુપિયા ભરેલો થેલો નીચે ફેંક્યો હતો અને નીચે ભત્રીજાએ તે પકડ્યો હતો. તેમાં અંદાજે 1 કરોડ રૂપિયા કેશ મળી આવી હતી

રાજકોટ: ગયા સપ્તાહમાં રાજકોટની ફોરેન ટ્રેડ કચેરીના જોઈન્ટ ડાયરેકટર જનરલ જવરીમલ બિશ્નોઇએ પોતાની જ કચેરીના ચોથા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતુ. આપને જણાવીએ કે, જવરીમલ બિશ્નોઇએ શુક્રવારે બપોરે ટ્રેપ ગોઠવીને રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો. જે બાદ બીજા દિવસે એટલે શનિવારે સીબીઆઈની ટીમ ઓફિસની જડતી તપાસ કરવા પહોંચી હતી. તે વખતે નાસ્તો મંગાવ્યો હતો. અચાનક જવરીમલ બિશ્નોઈને સીબીઆઈની ટીમની નજર ચુકવી પોતાની કચેરીની બારીમાંથી નીચે પડતુ મુકતા તેનું મોત થયું હતું. જે બાદ પરિવારે તેનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જોકે, જ્યુડિશિયલ ઈન્કવાયરીની ખાતરી મળતા 36 કલાક બાદ રવિવારે રાત્રે પરિવારે મૃતદેહ સંભાળી લીધો હતો.

લાંચમાં પકડાયા બાદ જીવન ટૂંકાવ્યુ


આ અંગે આપણે વિસ્તૃત રીતે વાત કરીએ તો, પેકેજડ ફુડની નિકાસ કરતી કંપનીની 50 લાખની બેંક ગેરેન્ટી રીલીઝ કરવા માટે જવરીમલ બિશ્નોઈએ રૂ 9 લાખની લાંચ માંગી હતી. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે, કુલ 6 ફાઈલ કલીયર કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. કંપનીના અધિકારીઓએ આ બાબતે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સીબીઆઈના અધિકારીઓએ શુક્રવારે ટ્રેપ ગોઠવી જવરીમલ બિશ્નોઈને રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો. ત્યારબાદ નિયમ મુજબ તેના મકાનની જડતી તપાસ સીબીઆઈએ કરી હતી. બીજા દિવસે એટલે કે ગઈકાલે શનિવારે, સીબીઆઈની ટીમ ઓફિસની જડતી તપાસ કરવા પહોંચી હતી. તે વખતે નાસ્તો મંગાવાવમાં આવ્યો હતો. અચાનક જવરીમલ બિશ્નોઈને સીબીઆઈની ટીમની નજર ચુકવી પોતાની કચેરીની બારીમાંથી નીચે પડ્યો હતો. જે બાદ તેનું મોત નીપજ્યુ હતુ.

જવરીમલ બિશ્નોઈની ફાઇલ તસવીર


આ પણ વાંચો: હાશ! ત્રણ દિવસ માવઠાનું સંકટ ટળ્યું

પરિવારે સીબીઆઈના અધિકારીઓ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ


બિશ્નોઇએ અચાનક લીધેલા આ પગલાંને કારણે પરિવારમાં ઘણો જ રોષ વ્યાપી ગયો હતો. પરિવારે સીબીઆઈ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, સીબીઆઈની ટીમે બિશ્નોઇ સામે કાવતરું રચીને હત્યા કરી છે. જેથી પરિવારે અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવવાની તૈયારી બતાવીને મૃતદેહ પણ સ્વીકાર્યો ન હતો. સિવિલનાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પરિવારજનો ભેગા થઇને ધરણાં પણ શરૂ કરી દીધા હતા. પરિવારની એક જ માંગ હતી કે, સીબીઆઈનાં અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવશે પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું. જોકે, રવિવારે પરિવારજનો ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપી પંડ્યાને પણ મળ્યા હતા. આ બંને વચ્ચે આખો દિવસ વાતચીત ચાલી હતી. જે બાદ આખરે જયુડીશીયલ ઈન્કવાયરીની માંગ સ્વીકારાતા રાત્રે મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા હતા. જોકે, અધિકારીઓને તપાસમાં બિશ્નોઇ દ્વારા એક કરોડનું સોનું ખરીદવાનું તપાસમાં ખુલ્યું છે.

ઘરમાંથી મળેલી રોકડ

જ્યુડિશિયલ ઓફિસરની આ માટે નિમણુંક કરશે


માનવ અધિકાર પંચે હવેથી આવા કેસોની જ્યુડિશિયલ ઈન્કવાયરીનો હુકમ કર્યો હોવાથી નિયમ મુજબ જવરીમલ બિશ્નોઈના સીબીઆઈ કસ્ટડીમાં થયેલા મોતના મામલે પણ જયુડીશીયલ ઈન્કવાયરી થશે. રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જ્યુડિશિયલ ઓફિસરની આ માટે નિમણુંક કરશે. આ ઉપરાંત તેની સાથે રાજકોટના એસીપી રેન્કના અધિકારી પણ ઈન્કવાયરી કરશે.


રુપિયા ભરેલો થેલો ફેંક્યાના સીસીટીવી વાયરલ


બીજીબાજુ બિશ્નોઇની પત્ની અને ભત્રીજાનો એક વીડિયોએ ચર્ચા જગાવી હતી. બિશ્નોઇની પત્નીએ ઘરમાંથી રુપિયા ભરેલો થેલો નીચે ફેંક્યો હતો અને નીચે ભત્રીજાએ તે પકડ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગરમાં ધૂણતા-ધૂણતા ભૂવાનું મોત

તેમાં અંદાજે 1 કરોડ રૂપિયા કેશ મળી આવી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. સીસીટીવી કેમેરામાં વ્યક્તિ વસ્તુ લઈને જતો પણ દેખાય છે. તેમજ સીબીઆઇ દ્વારા તેની પત્ની ફોન રીસીવ ન કરતા બિશ્નોઈના ઉપરી અધિકારીને જાણ કરી હતી.

" isDesktop="true" id="1362555" >
જે.એમ.બિશ્નોઈના ઘરેથી લાખોની મત્તા જપ્ત કરવામાં આવી છે. જેમાં ઘરમાંથી કેટલીક વસ્તુઓ ફેક્યાના CCTV સામે આવ્યા છે. તથા 2 દિવસથી બિશ્નોઈની ઓફિસમાં CBIના દરોડા બાદ અધિકારીએ આપઘાત કર્યો હતો. જેમાં રાજકોટમાં સીબીઆઇની રેડમાં લાખો રૂપિયા મળી આવ્યા છે. તેમજ બે દિવસથી બિશ્નોઈની ઓફિસમાં સીબીઆઇમાં પણ દરોડા ચાલે છે. જેમાં ઘરમાંથી કેટલીક વસ્તુઓ ફેંકી હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
First published:

Tags: Gujarat News, Rajkot News