Home /News /rajkot /Rajkot : મિત્રની પત્નીને રોજ ઘરે બોલાવતો પતિ, લગ્નેત્તર સંબંધોનો વિરોધ કરતાં પરિણીતાના કર્યા આવા હાલ

Rajkot : મિત્રની પત્નીને રોજ ઘરે બોલાવતો પતિ, લગ્નેત્તર સંબંધોનો વિરોધ કરતાં પરિણીતાના કર્યા આવા હાલ

ઘરેલુ હિંસાનો વધુ એક બનાવ (પ્રતિકાત્મક તસવીર)

Rajkot Crime : રાજકોટમાં પતિના લગ્નેત્તર સંબંધોથી કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાસુ-સસરાના ઘરેલુ હિંસાના ત્રાસથી પરિણીતા છેલ્લા ત્રણ મહિનાથી પોતાના દોઢ વર્ષના પુત્ર સાથે પિયરમાં રહેતી હતી.

  રાજકોટ : શહેરમાં પુત્રવધુ પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના આરટીઓ પાસે નરસીનગર-7માં અંકિતા નામની પરિણીતાએ જામનગરમાં રહેતા પતિ કિરણ, સસરા મનસુખભાઇ અનંતરાય વાઘેલા તથા સાસુ જમનાબેન સામે ઘરેલુ હિંસાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘરેલુ હિંસાના ત્રાસથી પરિણીતા છેલ્લા ત્રણ મહિનાથી પોતાના દોઢ વર્ષના પુત્ર સાથે પિયરમાં રહેતી હતી.

  પરિણીતાની પોલીસ ફરિયાદ અનુસાર, વર્ષ 2019માં તેના કિરણ સાથે લગ્ન થયા છે. સાસુ-સસરા તેમના લગ્ન આર્ય સમાજમાં કરાવવા માંગતા હતા, પરંતુ બંનેએ ધામધૂમથી લગ્ન કરતાં સાસુ-સસરાએ લગ્નમાં હાજરી આપી ન હતી. લગ્ન બાદ પરિણીતા અને તેનો પતિ રાજકોટ ખાતે ભાડાના મકાનમાં રહેવા હતાં. પછીથી દંપતિ પરિણીતાના માતા-પિતાના ઘરે રહેવા લાગ્યા. આ સમય દરમિયાન પતિ કોઇ કામકાજ ન કરતો હોવાથી પરિણીતાના માતા-પિતા તેમનું ગુજરાન ચલાવતા હતા.

  આ પણ વાંચો : રાજકોટઃ ગાંધીજીના પ્રિય ચરખો કાંતવાના ફાયદા જાણશો તો કહેશો વાહ, જુઓ તસવીરો

  સાસુ અને નણંદની વાતોમાં આવીને પતિ ઝગડો કરવા લાગ્યો


  થોડા દિવસ બાદ પરિણીતાના સસરાની તબિયત લથડતા પતિ કિરણ તેમના ખબર અંતર પૂછવા માટે જામનગર પરત ગયો હતો. જે પછી પતિએ ફોન કરીને પોતાને નોકરી મળી ગઇ હોવાની જાણ કરી હતી અને પરિણીતાને કહ્યું કે, તેની ડિલિવરી બાદ તેને તેડી જશે. પુત્રના જન્મના ત્રણ મહિના વીતી ગયા બાદ પતિ પરિણીતાને જામનગર પરત લઇ ગયો હતો. જ્યાં તેઓ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. જ્યાં સાસુ અને નણંદ અવારનવાર ઘરે આવી પરિણીતાને ઘરકામ મુદ્દે મેણાટોણા મારતા અને પતિને તેની વિરુદ્ધ ચઢામણી કરતા હતા.

  સાસુ અને નણંદની વાતોમાં આવીને પતિ તેની સાથે નાની-નાની વાતે ઝગડો કરવા લાગ્યો અને તેને માર પણ મારતો. બાદમાં પતિને પથરીનો દુખાવો થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્વાસ્થ્યમાં સુધાર આવ્યા બાદ પતિ પરિણીતા અને પુત્રને એકલા મુકીને સાસુ-સસરા પાસે રહેવા જતો રહ્યો. જેના કારણે પરિણીતા પોતાના પિયર આવીને રહેવા લાગી. થોડા દિવસ બાદ પતિ સમાધાન કરીને પરિણીતાને ફરીથી જામનગર લઇ ગયો હતો.

  આ પણ વાંચો : રાજકોટ: નાશાખોરોનો પેટ્રોલપંપ પર આતંક, સિગારેટ પીવાની ના પાડતાં કર્યું આવું

  પતિના મિત્રની પત્ની સાથે લગ્નેત્તર સંબંધ


  આ દરમિયાન જ પતિના મિત્રની પત્ની સાથે લગ્નેત્તર સંબંધ હોવાની પરિણીતાને જાણ થઇ. આ બાબતે જ્યારે તેણે પતિ સાથે વાત કરી ત્યારે ઉશ્કેરાયેલા પતિએ પરિણીતાને ઢોર માર માર્યો અને પુત્રને બહાર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પતિને નશો કરવાની આદત હોવાથી અવારનવાર મિત્રોને ઘરે બોલાવતો અને ઘરમાં જ દારૂ અને ગાંજો પીતો. તેનો વિરોધ કરતાં તે પરિણીતાને માર મારતો હતો. આ ઉપરાંત પતિના મિત્રની પત્ની દરરોજ ઘરે આવતી હતી. જેનો વિરોધ કરતાં પતિએ પરિણીતાને ઘરની બહાર શેરીમાં લઇ જઇને પાડોશી હાજરીમાં જ ઢોર માર માર્યો હતો. પતિના ત્રાસથી કંટાળીને પરિણીતા પુત્રને લઇને પિયર આવી ગઇ હતી. જે બાદ નણંદનું અવસાન થતા પોતે ફરી સાસરે ગઇ હતી. જ્યાં સાસુ-સસરાએ પણ પરિણીતા પર હાથ ઉગામતા તે ફરી પિયર આવી ગઇ અને ઘરેલુ હિંસાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Crime case, Latest News Rajkot Crime, Rajkot city, Rajkot crime news

  विज्ञापन
  विज्ञापन