Home /News /rajkot /રાજકોટ: પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, 7 વર્ષ બાદ પણ છરીના ઘા ઝીંકી કરી હત્યા

રાજકોટ: પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, 7 વર્ષ બાદ પણ છરીના ઘા ઝીંકી કરી હત્યા

પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ

રાજકોટ શહેરમાં પત્નીના પૂર્વ પ્રેમીએ પોતાના સાથીદાર સાથે મળીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. 7 વર્ષ બાદ પણ છરીના ઘા ઝીંકી કરી હત્યા

રાજકોટ: શહેર ફરી એક વખત રક્ત રંજીત બન્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં પત્નીના પૂર્વ પ્રેમીએ પોતાના સાથીદાર સાથે મળીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ ખાતે પત્નીના પૂર્વ પ્રેમી હિરેન પરમાર સહિતના બે વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બં વ્યક્તિઓએ છરીના ઘા ઝીંક્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારના રોજ ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતો કિશન ડોડીયા ( ઉ.વ.24 ) પોતાના ઘર પાસે આવેલી પાનની દુકાન ખાતે ફાંકી ખાવા ગયો હતો. તે સમયે તેની પત્નીનો પૂર્વ પ્રેમી હિરેન પરમાર સહિતના બે વ્યક્તિઓ ત્યાં ઘસી આવ્યા હતા. પાનની દુકાન પાસે ઘસી આવેલા બંને વ્યક્તિઓએ છરીના ઘા ઝીંકી કિશન ડોડીયાને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. જેના કારણે તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્તાં બનાવ હત્યાના પ્રયાસમાંથી હત્યામાં પલટાયો હતો. જેના કારણે સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ દ્વારા મૃતકના પત્ની રાધિકાના પૂર્વ પ્રેમી હિરેન પરમાર સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુનો નોંધી એક વ્યક્તિને સકંજામાં લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


આ પણ વાંચો: 'સાહેબ, પોલીસની ગાડી મોકલો મને મારવા માટે આવ્યા છે, હું સંતાઇ ગયો છું'

શું હતો વિવાદનો મુદ્દો?

મળતી માહિતી અનુસાર, કિશન ડોડીયાએ સાતેક વર્ષ પૂર્વે રાધિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન કિશનને રાધિકાથી એક પુત્ર રત્નની પ્રાપ્તિ પણ થઈ હતી. ત્યારે કિશન ડોડીયાનું મૃત્યુ નિપજ્તાં એક માસૂમે પોતાના પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, રાધિકાએ કિશન સાથે લગ્ન કરી લેતા હિરેન પરમાર અને કિશન વચ્ચે અગાઉ પણ જરી હતી. અગાઉનો ખાર રાખી આખરે હિરેન પરમારે કિશન ડોડીયાની હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આરોપીઓ કેટલા સમયમાં ઝડપાશે, તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News