રાજકોટઃ જ્યારથી દેશમાં કોરોના કેસની (coronavirus) શરૂઆત થઈ ત્યારથી આપઘાતના (suicide case) કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા હતા. રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો lockdown માં ધંધા-રોજગાર ઠપ્પ થઈ જવાને કારણે આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.
રાજકોટ શહેરમાં રહેતા અને ઓનલાઇન બિઝનેસ કરતા એક વ્યક્તિને lockdown અને કોરોનાના કારણે ધંધો મંદો હોવાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને આખરે દમપતિએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રેસકોર્સમાં લવગાર્ડન પાસે સવારે એક દંપતીએ ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
કોરોના મહામારીને કારણે આવી પડેલી આર્થિક ભીસથી માનસિક રીતે ત્રસ્ત દંપતીએ આ પગલું ભર્યું હતું. સંતકબીર રોડ પાસે ભગીરથ સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ મનસુખભાઈ મઠિયા અને તેમનાં પત્ની જાગૃતિબેન પોતાના અઢી વર્ષના પુત્ર તથા દોઢેક વર્ષની પુત્રીને લઈને ગત રાત્રે ઘરેથી નીકળી મામાના ઘરે રોકાયા હતા.
સવારે ત્યાંથી નીકળીને રેસકોર્સમાં આવેલા વગાન પાસેના ચબૂતરાના ઓટલા પર બેસીને દંપતીએ ફિનાઈલ પી લીધું હતું. એ સમયે બન્ને માસૂમ બાળકો પણ એમની સાથે હતા. સવારે સાડા નવ વાગ્યાની આ ઘટના બાદ બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ સાંજે તેમને રજા આપવામાં આવી હતી.
વિક્રમભાઈ ઓનલાઈન વેપાર કરતાં હતા. હાલ કોરોના મહામારીને કારણે ચાલતી આર્થિક મંદીને લીધે તેમનો ધંધો પણ ભાંગી પડી હતી. આર્થિક સંકડામણને કારણે બે છેડા ભેગા કરવાનું કપરું બની જતાં તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.
જે રીતના રાજકોટમાં લોકડાઉન અને કોરોના અનેક લોકોને વેપાર ધંધા ઉપર ખૂબ મોટી અસર પડી છે અને તેના ઘરના લોકોને પણ આર્થિક મુશ્કેલી સહન કરવી અઘરી બની છે ત્યારે ઘણા લોકો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના કિસ્સા પણ રાજકોટ શહેરમાં અનેક સામે આવ્યા છે ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવતા ચકચાર મચી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર