Home /News /rajkot /રાજકોટ: બે મહિનાથી સાથે રહેતા પુરુષ મિત્રને પેટ્રોલ છાંટીને મહિલા મિત્રએ સળગાવ્યો

રાજકોટ: બે મહિનાથી સાથે રહેતા પુરુષ મિત્રને પેટ્રોલ છાંટીને મહિલા મિત્રએ સળગાવ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

Rajkot Crime: રાજકોટમાં મહિલાએ પોતાના પુરુષ મિત્રને પેટ્રોલ છાંટી સળગાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના, બે મહિનાથી સાથે રહેતા હતા.

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ પોતાના પુરુષ મિત્રને જીવતા સળગાવી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત પુરુષ મિત્રને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ચોકીમાં બનાવની નોંધ પણ પાડવામાં આવી છે.

પેટ્રોલ છાંટીને આંગ ચાંપી દીધી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા પુરુષ મિત્રને તેની જ મહિલા મિત્રએ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે. વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગઈકાલે પુરુષ મિત્ર જ્યારે પોતાની મહિલા મિત્રોને મળવા ગયો હતો, ત્યારે મહિલા મિત્રએ પોતાની પાસે રહેલું પેટ્રોલ છાંટીને આંગ ચાંપી દીધી હોવાનું ઈજાગ્રસ્ત જણાવી રહ્યો છે.



આ પણ વાંચો: પતિએ જ પત્ની અને માસૂમ બાળકીની કરી કરપીણ હત્યા, કારણ ચોંકાવનારો

શું છે સમગ્ર મામલો?

મીડિયા સાથેની વાતચીતમાં ઈજાગ્રસ્ત રાજેશ રામાણીએ જણાવ્યું હતું કે, અગાઉ મારે એક લગ્ન થઈ ચૂક્યા છે. છૂટાછેડા બાદ મેં આજ દિવસ સુધી અન્ય લગ્ન કર્યા નથી. પરંતુ કડિયા કામ દરમિયાન હું ગીતાને મળ્યો હતો. ત્યાર બાદ અમારા બંને વચ્ચે આંખ મળતા અમે બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત હું અને ગીતા બે મહિના સાથે રહ્યા હતા. તેમજ કડિયા કામ કરી મજૂરી કરી અમારું ઘરનું ગુજરાન પણ ચલાવતા હતા. દરમિયાન દસ દિવસ પૂર્વે ગીતા મારા ઘરેથી રોકડ રૂપિયા તેમજ મારી પૂર્વ પત્નીના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. ગઇકાલે તેનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણે ફરી એક વખત સાથે રહેવા લાગીએ. આપણે મારા સગાના ઘરે થોડાક દિવસ આંટાફેરા મારતા આવીએ. જેથી હું ગીતાએ આપેલા સરનામે પહોંચ્યો હતો. ત્યારબાદ મેં તેને ઘરેથી રોકડ રૂપિયા તેમજ દાગીનાની ચોરી મામલે પૂછપરછ કરી હતી. જે બાબતે અમારા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જોતજોતામાં ગીતાએ પોતાના બેગમાં રાખેલી પેટ્રોલની બોટલ બહાર કાઢી હતી અને ત્યાર બાદ પેટ્રોલ છાંટીને મને કંઈ સમજણ પડે તે પૂર્વે જ આગ ચાંપી દીધી હતી.

સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા બનાવ બાબતે નોંધ પાડવામાં આવી છે. તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનને બનાવ બાબતની જાણ પણ કરી છે. હવે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી ગીતાને કેટલા સમયમાં પકડી પાડવામાં આવે છે? તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन