Home /News /rajkot /

રાજકોટ: નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, વિદેશી દારૂના સ્ટિકર સહિતની સામાગ્રી મળી

રાજકોટ: નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, વિદેશી દારૂના સ્ટિકર સહિતની સામાગ્રી મળી

લોધિકાના મોટાવડા ગામની સીમ વિસ્તારમાં આ નકલી વિદેશી દારૂ બનતો હતો

લોધિકાના મોટાવડા ગામની સીમ વિસ્તારમાં આ નકલી વિદેશી દારૂ બનતો હતો. પોલીસ રેડમાં નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે

    હાર્દિક જોશી, રાજકોટ: બરવાળામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના હજુ લોકો ભૂલ્યા નથી, ત્યાં જ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નકલી વિદેશી દારૂ (Fake liquor) બનાવતા હોવાની બાબત સામે આવી છે. લોધિકાના મોટાવડા ગામની સીમ વિસ્તારમાં આ નકલી વિદેશી દારૂ બનતો હતો.

    લોધિકા પોલીસે (police) આ ગુનામાં યોગેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. લોધિકા પોલીસને બાતમી મળી હતી કે મોટા વડાગામમાં યોગેન્દ્ર સિંહ જાડેજા નામનો આરોપી પોતાની વાડીએ આવેલી ઓરડીમાં નકલી વિદેશી દારૂ બનાવે છે. પોલીસે આ ચોક્કસ બાતમીના આધારે દરોડા (police raid)પાડ્યા હતા.

    લોધિકા પોલીસ મથકના પીઆઇ કે.કે.જાડેજા સહિતના કાફલાએ યોગેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ એક શખ્સ બાઇક પર નાસી જવાના પ્રયત્નો કરતો હતો. જોકે પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતાં તે યોગેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને સાથે રાખી વાડીની ઓરડીમાં તપાસ કરતા અંદરથી પ્લાસ્ટિકના કોથળાઓ, કેરબાઓ મળી આવ્યા હતા. જ્યારે અંદરથી એક પ્લાસ્ટિકની ટાંકી પણ જોવા મળતા તેને ચેક કરતા અંદરથી કેફી પ્રવાહીની વાસ આવતી હતી. તેમજ ત્યાંથી વિદેશી દારૂની મેકડોલ્સ નં.1 બ્રાન્ડની શરાબના સ્ટિકર, રેપર, બોક્સ મળી આવ્યા હતા. વાડીની ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી, વિદેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલી 60 બોટલ, 385 લિટર કેફી પ્રવાહી ભરેલા કેરબા મળી કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ પણ વાંચો: નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, ડેમ છલકાવામાં માત્ર ત્રણ મીટર બાકી

    આ ગુનામાં હજુ અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે? આરોપી છેલ્લા કેટલા સમયથી આ નકલી દારૂ બનાવતો હતો? આરોપી કોને કોને અત્યાર સુધીમાં નકલી વિદેશી દારૂની સપ્લાય કરી છે? તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે. આરોપીને આ મામલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મંગાશે. રિમાન્ડ દરમિયાન પોલીસને વધુ વિગત મળે તેવી શક્યતા છે
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Liqour, Rajkot News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन