Home /News /rajkot /રાજકોટ: પોલીસે દુષ્કર્મની ફરિયાદ ન નોંધી, કોર્ટમાં જતાં આરોપીએ કર્યો હુમલો, CCTV

રાજકોટ: પોલીસે દુષ્કર્મની ફરિયાદ ન નોંધી, કોર્ટમાં જતાં આરોપીએ કર્યો હુમલો, CCTV

હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે

Rajkot Crime: મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા બંનેએ ફરજ પાડી, હોટલમાં લઈ જઈ જબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા, કોર્ટમાં ફરિયાદ કરતાં છરી વડે કર્યો હુમલો

રાજકોટ: શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેમ એક બાદ એક ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે. અત્યારે રાજકોટ શહેરમાં મહિલા અને તેના પતિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા બંનેએ ફરજ પાડી

મીડિયા સાથેની વાતચીતમાં પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિએ અમારા ઘરની સામે રહેતા અજીતસિંહ ચાવડા પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. જે પેટે રોજના રૂપિયા 1500 વ્યાજના અમારે ચૂકવવાના થતા હતા. થોડાક સમય સુધી મારા પતિ નિયમિત રીતે વ્યાજ આપતા હતા, પરંતુ તેમનો ધંધો સારો ન ચાલતો હોય તેના કારણે તેઓ વ્યાજ આપવાનું ચૂકી જતા હતા. જેના કારણે અજીતસિંહ ચાવડા અવારનવાર અમારા ઘરે આવતો હતો. મને એકલી જોઇને જાણી જોઈને સ્પર્શ પણ કરતો હતો. તેમજ એક વખતે તે પોતાના પાર્ટનર દિપકભાઈ વાગડિયાને લઈને પણ મારા ઘરે આવ્યો હતો. મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા બંનેએ ફરજ પાડી હતી. ત્યાર બાદ અવારનવાર મને કોઈ હોટલમાં તેમજ રાજકોટ બહાર લઈ જઈ મારી સાથે જબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હતા.


આ પણ વાંચો: સાળી સાથે મૈત્રી કરારનો કરુણ અંત, એક જ પરિવારના 3 લોકોએ કર્યો આપઘાત

નાછૂટકે અમારે કોર્ટમાં ફરિયાદ નોંધાવાની ફરજ પડી

જે બાબતનો ખ્યાલ મારા પતિને આવી જતા ગત 11માં મહિનામાં અમે પોલીસ કમિશનર કચેરીએ પણ લેખિતમાં અરજી કરી હતી. ત્યાર બાદ અમને નિવેદન નોંધાવવા માટે તાલુકા પોલીસ મથક ખાતે પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તાલુકા પોલીસ દ્વારા આજ દિવસ સુધી અમારી બળાત્કાર બાબતની ફરિયાદ નોંધવામાં આવી નથી. જેના કારણે નાછૂટકે આજથી ત્રણ દિવસ પૂર્વે અમારે કોર્ટમાં ફરિયાદ નોંધાવાની ફરજ પડી હતી.

ફરિયાદ પાછી ખેંચવા બાબતે દબાણ કરવામાં આવતું

કોર્ટમાં ફરિયાદ નોંધાવતાની સાથે અજીતસિંહ ચાવડા સહિતના લોકો દ્વારા અમને ફરિયાદ પાછી ખેંચવા બાબતે દબાણ કરવામાં આવતું હતું. આ દરમિયાન શુક્રવારના રોજ અમારી ઉપર અજીતસિંહ ચાવડાએ હુમલો કર્યો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ તેમજ મીડિયામાં સમગ્ર અહેવાલ પ્રસારિત થયા બાદ તાલુકા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા હવે અમને ફરિયાદ નોંધાવવા બાબતે સામેથી ફોન આવી રહ્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News