રાજકોટ: તાજેતરમાં જ શહેરમાં સોનાના વેપારીના અપહરણ અને લૂંટ (kidnapping and loot)નો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ (crime branch) દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોંડલ પીઠડીયા ટોલનાકા પાસે મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે નુરો પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે. જેના સીસીટીવી ફૂટેજ (cctv footage) પણ સામે આવ્યા છે.
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીઠડીયા ટોલનાકા પાસે કર્મચારીઓની જેમ ગોઠવાઇ ગઇ હતી. અપહરણ અને લૂંટના ગુનામાં મુખ્ય સૂત્રધાર એવા હિમાંશુ ઉર્ફે નુરો પરમાર ગોંડલ હાઇવે પર આવેલા પીઠડીયા ટોલનાકા પાસે તેની કાર લઇને પહોંચતા જ ફિલ્મી સ્ટાઇલથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની ગાડીને ઘેરી લઇ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક વખત કારને આગળ ચલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે, તેને નાસી છૂટવામાં સફળતા મળી નહોતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હિમાંશુ ઉર્ફે નુરુ પરમાર, ખુશાલ ઉર્ફે એમ.એલ.એ રાદડિયા, સુમિત સરવૈયા અને પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ સહિતની રકમ પણ કબજે કરવામાં આવી છે.
રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજસ્થાનના સોના ચાંદીના વેપારીને પોતાની કારમાં પેસેન્જર તરીકે બેસાડ્યા બાદ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ તેની પાસે રહેલા રૂપિયા 16500ની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. વેપારી પાસે રહેલા રોકડ રકમ ની લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ વેપારીને લોઠડા નજીક મુક્ત કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચને થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક બાદ એક પછી એક કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર