રાજકોટ: શહેરમાં વધુ એક વખત આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના એડમિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મોમાઈ હોટલ ખાતે દર્શન કાપડી તેમ જ બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કાચની બોટલોના ઘા કરી કાનાભાઈ નથુભાઈ સુસરા નામની વ્યક્તિને તેમજ અજાણ્યા ગ્રાહકને માથાના ભાગે બીજા પહોંચાડવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ નથુભાઈ ફરિયાદના આધારે આઇપીસીની કલમ 337, 504, 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ દર્શન કાપડી તેમજ અજાણ્યા બે વ્યક્તિઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.
ચાના પૈસા માગતા બબાલ
કાનાભાઈ નથુભાઈ સુસરા નામના વ્યક્તિએ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું છે કે, હું જવાહર રોડ ગેલેક્સી કોમ્પ્લેક્સમાં જય મોમાઈ ટી સ્ટોલ નામથી ધંધો કરું છું. દર્શન કાપડી સહિતના વ્યક્તિઓ સવારના સમયે હોટલને ચા પીવા આવ્યા હતા. આ સમયે ચાના પૈસા માગતા આરોપીઓ દ્વારા ચાના પૈસા આપવામાં નહોતા આવ્યા. તેમજ મને ગાળો આપવા લાગ્યા હતા. ત્યાર બાદ ત્રણેય આરોપીઓ રીક્ષા લઈને અલગ-અલગ સમયે બે વખત હોટલ ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ હોટલ ખાતે આવી કાચની બોટલો હોટલ અંદર ફેંકી મને જમણા હાથના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી. તેમજ એક અજાણ્યા ગ્રાહકને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જે સીસીટીવીના આધારે તેમજ રિક્ષાના નંબરના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે અગાઉ પણ રાજકોટ શહેરમાં આવારા તત્વોનો આતંક સામે આવી ચૂક્યો છે. પોલીસ ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી પાડી કાયદાની કડવાણી ચખાડે તે જરૂરી છે. કારણકે, જ્યાં સુધી પોલીસ આવારા તત્વોમાં તેમજ લુખ્ખા તત્વોમાં પોતાની ધાક નહીં બેસાડે ત્યાં સુધી આ પ્રકારના બનાવો અટકવાનો નામ નહીં લે.