Rajkot News : રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જય જવાન જય કિસાન સોસાયટીની બાજુમાં આવેલા મફતિયા પરા વિસ્તારમાં દંપતીએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ : શહેરના (Rajkot news) મોરબી રોડ પર દંપતીના (couple suicide) આપઘાતની ઘટના સામે આવી છે. છ માસ પૂર્વે લગ્ન કરનાર દંપતીએ આપઘાત કરતા સોલંકી પરિવારમાં આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છ માસ પૂર્વે જ લગ્ન કરનાર દંપતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. ત્યારે પોલીસ (Rajkot Police) તપાસમાં દંપતીના આપઘાત મામલે શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જય જવાન જય કિસાન સોસાયટીની બાજુમાં આવેલા મફતિયા પરા વિસ્તારમાં દંપતીએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ પરિવારજનોએ પોલીસને કરતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક ઘટના સ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી.
પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, 21 વર્ષીય બાબુભાઈ વિનુભાઈ સોલંકી અને મમતાબેન નામની મહિલાએ છ માસ પૂર્વે જ લગ્ન કર્યા હતા. ત્યારે એવું તો ક્યા પ્રકારનું દુઃખ આવી પડ્યું કે, દંપતીએ ગળાફાંસો ખાઇને પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આપઘાતના પ્રયાસની પણ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક વિધવાએ પોતાના જ ઘરે ઝેરી ટીકળા ખાય આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. વિધવાના એક facebook ફ્રેન્ડ લગ્ન કરવાનું કહી સમાજના whatsapp ગ્રુપમાં વિધવા અને તેનો ફ્રેન્ડ સાથે હોય તે પ્રકારના ફોટા સેન્ડ કરી લખાણ લખ્યું હતું. જે બાબતે વિધવાના લાગી આવતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો છે.