Home /News /rajkot /રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરના સફેદ રંગ પર ચઢ્યો કેસરી રંગ, મચ્યો હોબાળો

રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરના સફેદ રંગ પર ચઢ્યો કેસરી રંગ, મચ્યો હોબાળો

Rajkot news: હાલ આ મામલો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. સામાન્ય રીતે હોસ્પિટલોમાં આપણે સફેદ રંગનું જ સ્ટ્રેચર જોયું છે.

Rajkot news: હાલ આ મામલો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. સામાન્ય રીતે હોસ્પિટલોમાં આપણે સફેદ રંગનું જ સ્ટ્રેચર જોયું છે.

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો ગરમાયો હતો. સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો રંગ લગાવતા ચર્ચાએ જોર પકડ્યુ છે. અહીં એ બે નહીં પરંતુ 150 જેટલા સ્ટ્રેચરમાં એકાએક ભગવો- કેસરી કલર લગાવવાનું શરૂ થયું છે. જોકે, આ વાતમાં મીડિયાએ તેમની પોલ ખોલતા હવે સ્ટ્રેચર પર કેસરી રંગ કરવાનું બંધ કરી દેવાની માહિતી સામે આવી રહી છે.

રંગ બદલવાની કામગીરી શરૂ


હાલ આ મામલો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. સામાન્ય રીતે હોસ્પિટલોમાં આપણે સફેદ રંગનું જ સ્ટ્રેચર જોયું છે. અન્ય કોઇ કે કેસરી રંગનું સ્ટ્રેચર ક્યાંય દેખાયું નથી. પરંતુ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં સફેદ સ્ટ્રેચરને કેસરી રંગમાં રંગાવવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. જોકે, આ વિવાદ વકર્યા બાદ રંગ બદલવાની કામગીરી રોકી દેવામાં આવી છે.

આ પણ વાંચો:વિલીંગ્ડન ડેમ પર પહેલીવાર સહેલાણીઓના બદલે સાવજના દર્શન 

સ્ટ્રેચર ખોવાઇ જાય છે?


આ અંગે સિવિલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડટે એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા હોય છે પરંતુ પાછા સ્ટ્રેચર આપતા નહિ. જેથી ખોવાઇ ન જાય તે માટે તેનો રંગ બદલવામાં આવ્યો છે. સરકારી નિયમ મુજબ સ્ટ્રેચરનો રંગ સફેદ જ હોય છે.અમારા સિનિયર નર્સ દ્વારા તેનો બદલવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: પ્રદૂષણ ફેલાવવાનું પાપ પકડાશે પળવારમાં!

સફેદને બદલે કેસરી રંગ કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.



હાલ આ વિવાદને કારણે કેસરી રંગની જગ્યાએ સફેદ રંગ લગાવવામાં આવી રહ્યો છે.
First published:

Tags: Gujarat News, Rajkot News