Home /News /rajkot /રાજકોટઃ બ્રેઈન સર્કીટનો ઉપયોગ કરીને 50થી વધુ corona દર્દીઓની જીંદગી બચાવાઈ, શું છે પદ્ધતિ?
રાજકોટઃ બ્રેઈન સર્કીટનો ઉપયોગ કરીને 50થી વધુ corona દર્દીઓની જીંદગી બચાવાઈ, શું છે પદ્ધતિ?
રાજકોટ સિવિલ હોસ્પિટલ
બ્રેઇન સર્કિટનો ઉપયોગ દર્દીનું ઓક્સિજન લેવલ 95થી 100 સુધી સારામાં સારી રીતે મેઈન્ટેઈન કરી શકાય છે. આ ટેકનિ્કનો ઉપયોગ દર્દીના રીકવરી ફેઈઝમાં કરી શકાય છે.
રાજકોટઃ જરૂરિયાત આફત કે મહામારીએ (pandemic) શોધખોળની જનની છે. આ કહેવત હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં (corona second wave) સાચી પુરવાર થઇ રહી છે. વધતા જતા કોરોના કેસોના (corona case) કારણે ઓક્સિજનની કટોકટી (oxygen crisis) સર્જાવાના અનેક કિસ્સાઓમાં કસોટીના સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલના (rajkot civil hospital) એનેસ્થેસિયા વિભાગે અત્યાર સુધી માત્ર પોતાના ક્ષેત્રમાં વપરાતી “બ્રેઇન સર્કિટ”નો ઉપયોગ કરીને કોરોનાના 40થી 50 જેટલા દર્દીઓની (corona patient) મહામૂલી જીંદગી બચાવી છે.
સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પધ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે, એ સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર ? બ્રેઇન સર્કિટ શું છે ? તેનો શા માટે અને કેવી રીતે ઉપયોગ થાય? આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ અમે કોવિડ-19ના અતિ ગંભીર દર્દીઓની સારવાર કરીએ છીએ. કોરોનાને લીધે ફેફસાને પુરતો ઓક્સિજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થવી, વ્યક્તિમાં લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાં રહેલ 21 ટકા જેટલો ઓક્સિજન નથી મેળવી શકતો.
કોરોના સંક્રમિત દર્દીને ગંભીર પરિસ્થિતિમાં 70 થી 100 ટકા જેટલો ઓક્સિજન આપવો પડે છે, તેથી તેના શ્વસનતંત્રને યોગ્ય રીતે કાર્યરત રાખી શકાય. આવા સંજોગોમાં દર્દીઓની પરિસ્થિતિ પારખીને તેને મદદરૂપ થઈ શકે તેવા અનુભવી અને કાબેલ એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે.ડો. જાડેજાએ કહ્યું હતું કે, શ્વાસોચ્છવાસની સમસ્યા અને ઓક્સિજનનું ઓછું પ્રમાણ ધરાવતા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવે છે. અને તેમના માટે અદ્યતન પ્રકારના વેન્ટીલેટર ઉપલબ્ધ હોય છે. દર્દીની સ્થિતિ સામાન્ય કરતા થોડી ગંભીર હોય તેને હાઈફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે.
વધુ ગંભીર સ્થિતિના દર્દીઓને બાય પેપ નામના મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ આપવામાં આવે છે. જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય છે તેના આધારે દર્દી પોતાની રીતે શ્વાસ લેતો થાય તથા ઓક્સિજનનું લેવલ સામાન્ય થાય ત્યાં સુધી તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવે છે ત્યાર બાદ તેને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ જ્યારે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરીયાત વધારે હોય ત્યારે બ્રેઇન સર્કિટનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજને મહત્તમ સારવાર આપી શકાય છે. વેન્ટિલેટર સામાન્ય રીતે 50 લિટર જેટલો ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે તેની સરખામણીમાં બ્રેઇન સર્કિટ સર્કિટમાં ઘણો જ ઓછો ઓક્સિજન વપરાય છે.
સામાન્ય રીતે બ્રેઇન સર્કિટમાં 12થી 15 લીટર રાખવો પડે છે પરંતુ ઓક્સિજન બચાવવાની પદ્ધતિમાં 8 લિટર સુધી પણ દર્દીઓનું ઓક્સિજન લેવલ સુયોગ્ય રીતે જાળવી શકાય છે. બ્રેઇન સર્કિટનો ઉપયોગ દર્દીનું ઓક્સિજન લેવલ 95થી 100 સુધી સારામાં સારી રીતે મેઈન્ટેઈન કરી શકાય છે. આ ટેકનિ્કનો ઉપયોગ દર્દીના રીકવરી ફેઈઝમાં કરી શકાય છે. બ્રેઇન સર્કિટ નો ઉપયોગ કરતી વખતે દર્દીને એકલો મુકી ના શકાય બાજુમાં અનુભવી અને કાબેલ એનેસ્થેસિસ્ટ અથવા ઈન્ટેનસીરીસ્ટ (આઇ.સી.યુ સ્પેશ્યાલિસ્ટ)ની જરૂર પડે છે. દર્દીને વેન્ટીલેટર પરથી ધીમે ધીમે હટાવીને ઓક્સિજન પર લાવતી વખતે બ્રેઇન સર્કિટનો ઉપયોગ થાય છે.
દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પદ્ધતિ ઘણી કારગત સાબિત થાય છે, તેમ ડો. ચેતનાબેને જણાવ્યું હતું. અમદાવાદ, સુરત તથા ભાવનગરમાં પણ આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રેઇન સર્કિટમાં બે નળીઓને ટી પાઈપ વડે જોડવામાં આવે છે. તેમાંથી એક નળી ઓક્સિજન માટે ફ્લો મિટરના પાઈપ સાથે લગાવવામાં આવે છે, જ્યારે બીજો પાઈપ કાર્બન ડાયોક્સાઈડના બાહ્ય વહન માટે છે. તેમાં એક ફૂગ્ગા જેવી રિઝર્વોયર બેગ હોય છે. જે ઓક્સિજનને રીઝર્વ રાખવાનું કામ કરે છે તથા જરૂર પડ્યે દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી શકે છે. તેમાં એક એચ.એમ.ઈ. (HME – Heat and Moisture Exchanger) ફિલ્ટરનો ઉપયોગ કરીને પછી માસ્ક લગાવવામાં આવે છે.
આ ફિલ્ટર ગરમી અને ભેજનું સુચારૂ નિયમન કરીને દર્દીના ઉચ્છવાસમાં રહેલા વાઈરસને દૂર કરીને શુધ્ધ હવાની અવરજવર માટે દર્દીઓને મદદરૂપ થાય છે. આ કીટને કેમીકલમાં સ્ટરીલાઈઝ્ડ કરીને ફરી વાર ઉપયોગમાં લઈ શકાય છે. આ સર્કિટની કિંમત રૂ 800 થી 900 જેટલી હોય છે. આ ઉપરાંત, કોરોનાના અમુક દર્દીઓને CPAP - Continuous positive airway pressure માસ્ક વડે પણ સારવાર આપવામાં આવે છે.એનેસ્થેસિયા વિભાગના હેડ ડો વંદનાબેન પરમાર જણાવે છે કે, હાલમાં એનેસ્થેસિયા વિભાગના કુલ 45 જેટલા ડોક્ટરો સતત કાર્યરત છે. જેમાં સીનીયર કન્સલ્ટન્ટ, સીનિયર રેસિડેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.