Rajkot City: ત્યારે રાજકોટ શહેરમાં આઠ દિવસના બાળકને તેના માતા-પિતા દ્વારા અવાવરું (8 days old abandoned Kid) જગ્યાએ તરછોડવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં એક દારૂડિયાની તેમજ રાજકોટ શહેર પોલીસની માનવતાની વાત સંકળાયેલી છે.
રાજકોટ શહેરમાં આઠ દિવસના બાળકને તેના માતા-પિતા દ્વારા અવાવરું જગ્યાએ તરછોડવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં એક દારૂડિયાની તેમજ રાજકોટ શહેર પોલીસની માનવતાની ચર્ચાઓ આખુ રાજકોટ શહેર કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાવરું જગ્યાએ 8 દિવસના બાળકને ત્યજી તેના માતા પીતા ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં બાળકના રડવાનો અવાજ તેમજ તેની આસપાસ કૂતરાઓનું ટોળું એકઠું થયેલું એક દારૂડીયાએ જોયું હતું. કૂતરાઓ બાળક પર તરાપ મારે તે પૂર્વે જ દારૂડિયાએ કૂતરાંઓને ભગાડી મુકી બાળકનો જીવ બચાવ્યો હતો. પોતે નશો કરેલો હોવાથી બાળક મળી આવવા બાબતે તેણે પોલીસને જાણ નહોતી કરી. બાળકને સાવચેતી પૂર્વક પોતાનાં ઘરે લઈ ગયો હતો. રાતભર બાળકનું ધ્યાન રાખ્યા બાદ સવાર પડતા તે બાળકને પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયો હતો. આ તકે ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓની સમગ્ર ઘટના જણાવી હતી.
તાત્કાલિક અસરથી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જય પટેલ દ્વારા ત્રણ જેટલી ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમ દ્વારા બાળકને હોસ્પિટલ ખાતે ચેક અપ માટે લઈ જવામાં આવ્યું હતું. જ્યારે કે બીજી ટીમને 20 તારીખ થી લઇ 25 તારીખ સુધી કઈ હોસ્પિટલમાં કેટલા બાળકો જન્મ્યા છે. તેમના માતા પિતાની હિસ્ટ્રી સહિતનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. જ્યારે કે ત્રીજી ટીમ દ્વારા જે જગ્યાએથી બાળક મળી આવ્યું હતું. તેની આજુબાજુના સ્થળોએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.
તાલુકા પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા પર ફોન કરી એક એક બાળક અંગે માહિતી લેવામાં આવી હતી. અંદાજિત 450 જેટલા બાળકોનો ડેટા તાલુકા પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. એકત્રિત કરવામાં આવેલા ડેટા પૈકી એક નંબર પર કોલ કરવામાં આવતા. ફોન રીસિવ ન થતા તાલુકા પોલીસને બાળક નક્કી આ માતા પિતાનું જ હોવું જોઈએ તેવી શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે મહામહેનતે માતા પિતાનો સંપર્ક સાધ્યો અને તેમને તેના બાળક સુધી પહોચાડવામાં તેમજ તેમનું મિલન પણ કરાવ્યું હતું. ઇન્ફેક્શન લાગી ગયેલ હોઈ જેના કારણે હજુ પણ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.