Home /News /rajkot /આ તે કેવી કાર્યવાહી? ચાઇનીઝ દોરી વેચતા ઝડપાયેલા શખ્સે બીજા દિવસે ફરી ધંધો શરૂ કરી દીધો

આ તે કેવી કાર્યવાહી? ચાઇનીઝ દોરી વેચતા ઝડપાયેલા શખ્સે બીજા દિવસે ફરી ધંધો શરૂ કરી દીધો

ઝડપાયેલો આરોપી

Rajkot news: જે લોકો આ પ્રકારના વિક્રેતાઓ પાસેથી ચાઈનીઝ દોરીની રીલ ખરીદ કરી ચૂક્યા છે શું તેઓ સુધી પોલીસ પહોંચશે નહીં?

રાજકોટ: ઉતરાયણના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પતંગ અને ફીરકી વેચનારા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે જેટલી જગ્યાએથી ચાઈનીઝ રીલ ઝડપી પાડવામાં આવી છે. જે અંતર્ગત બંને વ્યક્તિઓ વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના નોંધી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી એના બીજા જ દિવસથી આરોપીએ ફરી એક વખત પતંગ ફીરકી વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે.

ન્યુઝ 18 ગુજરાતી ટીમે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિજય ડીજે સિઝન સ્ટોરની મુલાકાત લીધી હતી. મંગળવારના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ સિઝન સ્ટોરમાંથી ચેકિંગ દરમિયાન 11 જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી પાડી હતી. ત્યારે બીજા દિવસે આરોપીએ પોતાની દુકાન ફરી એક વખત શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું છે.

ન્યુઝ18 ગુજરાતીનાં સંવાદદાતાએ પ્રકાશ પરમારને જ્યારે પૂછ્યું કે, તને ક્યારે મુક્ત કરવામાં આવ્યો?


તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, બપોરે ત્રણ વાગે મને એસોજી લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ છ વાગ્યા આસપાસ મને થોરાળા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. જ્યાં જરૂરી કર્યા બાદ મને રાત્રીના સાડા આઠ વાગ્યા બાદ છોડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગિરનાર પર્વત પર 100 કિમીની ઝડપે ફૂંકાયો પવન, રોપ વે બંધ

અમે બીજો સવાલ કર્યો કે, તારી પાસે કેટલી દોરી હતી?


જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, હું એક સપ્તાહ પૂર્વે મારા મિત્ર પાસેથી 20 જેટલી ચાઈનીઝ દોરીની રીલ લઈ આવ્યો હતો. જે પૈકી નવ જેટલી રીલ મેં વેચી નાંખી છે. જ્યારે કે, 11 જેટલી રીલ દુકાનમાં પડી હતી તે પોલીસે કબજે કરી છે.

અમે ત્રીજો સવાલ કર્યો કે, તે વેચી નાંખેલી રીલ અંગે પોલીસે કંઈ પૂછપરછ કરી હતી કે કેમ? તારી પાસેથી ચાઈનીઝ દોરીની રીલ કોણે કોણે ખરીદી કરી તે અંગે પોલીસને કોઈ માહિતી મેળવી છે કે કેમ?

તેના જવાબમાં આરોપી પ્રકાશ પરમારે કહ્યું હતું કે, પોલીસે આ અંગે મારી પાસેથી વધુ કોઈ પણ માહિતી મેળવવાનો પ્રયત્ન નથી કર્યો.

આ પણ વાંચો: ગિરનાર પર્વત પર 100 કિમીની ઝડપે ફૂંકાયો પવન, રોપ વે બંધ

ત્યારે સવાલ તો એ થાય છે કે, શું રાજકોટ શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માત્ર દુકાનોમાં પડેલી રીલ પકડવામાં જ રસ છે? જે લોકો આ પ્રકારના વિક્રેતાઓ પાસેથી ચાઈનીઝ દોરીની રીલ ખરીદ કરી ચૂક્યા છે શું તેઓ સુધી પોલીસ પહોંચશે નહીં? શું ખરીદ કરી ચૂકેલા લોકો પાસેથી પોલીસ ચાઈનીઝ દોરીને રીલ કબજે કરશે નહીં?



સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જે બે વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 188 તેમજ ગુજરાત પોલીસ સેક્ટરની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે આઈપીસીની કલમ 188 મુજબ કોઈપણ આરોપી જો રાજ્ય સેવક દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરે તો તેને ન્યૂનતમ એક મહિનાની જેલવાસ અથવા તો 200 રૂપિયા નો દંડ ફટકારી શકાય અથવા તો બંને ફટકારવામાં આવી શકે છે. જ્યારે કે, મહત્તમ છ મહિનાની જેલ અથવા તો હજાર રૂપિયાનો દંડ અથવા તો બંને ફટકારવામાં આવી શકે તેમ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन