Mustufa Lakdawala,Rajkot : નાણામંત્રી સીતારમણે બજેટ 2023 રજુ કર્યું છે.ત્યારે આજે રજુ કરવામાં આવેલા આ બજેટથી નાના લોકોથી લઈને મોટા લોકો સુધી બધાને ફાયદો થશે.ત્યારે નાણામંત્રીએ રજુ કરેલા આ બજેટને રાજકોટ ચેમ્બર્સે વધાવી લીધું છે.
રાજકોટ ચેમ્બર્સે જણાવ્યું કે ભારતના નાણામંત્રી સીતારમણે પોતાનું પાંચમુ બજેટ રજુ કર્યું છે.ત્યારે રાજકોટ ચેમ્બર છેલ્લા 3-4 બજેટથી ઘણી લાગણીઓ અને આશા કેન્દ્ર સરકાર સમક્ષ મુકી હતી.ત્યારે ખાસ કરીને એમએસએમઈને કેવી રીતે બુસ્ટ આપવુ અને ઈન્કમ ટેક્સ અને પર્સનલ ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવા એ અમારી મુખ્ય માંગણીઓ હતી.જે અમે દર વર્ષે આ બે માંગણી કરીએ છીએ.
આ વખતે આ માંગણીનો અંશત: તેમને સ્વીકાર કર્યો છે.જે ખુબ સારી બાબત કહેવાય.જ્યારે એમએસએમઈ સેક્ટરની અંદર ઘણા બધા ફાયદા આપવાની વાત કરી છે.આ સાથે જ સ્પેશિયલ પેકેજની પણ વાત કરી છે.જેમ કે 3-4 કરોડ સુધીની છુટછાટની જે વાત છે.એટલે એમએસએમઈને બુસ્ટ કેવી રીતે આપવું તે કેન્દ્ર સરકારને ખુબ જ સારી રીતે ખબર છે.
આમ એમએસએમઈ સેક્ટરને બુસ્ટ આપીને અનેક ઉદ્યોગ જગતને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ એમએસએમઈથી પથરાયેલુ છે.સૌથી મોટો બેનીફીટ રાજકોટને થયો છે.આ વખત પહેલીવાર એવુ થયું છે કે એમએસએમઈ અને પર્સનલ ઈન્કમ ટેક્સના નવા સ્લેબમાં 5 ટકામાંથી 7 ટકા સુધીની છુટ આપી છે.
આ સાથે જ બાકીના પણ જે સ્લેબ વાઈઝ ફેરફાર કરવામાં આવ્યા છે. એ ખુબ જ સરાહનીય પગલું છે.આ સાથે જ ઘણી બધી છુટછાટ સાથે બજેટની અંદર તમામ વિકાસની વિગતવાર વાત કરી છે.આજે વિશ્વના નકશાની અંદર ભારતને કેવી રીતે મુકી શકાઈ એ પ્રયાસરૂપે આજના બજેટમાં નાણામંત્રીએ ખુબ જ સારો પ્રયાસ કર્યો છે.
આ બજેટના લીધે નાના વ્યક્તિથી લઈને મોટા લોકો સુધી બધાને ફાયદો થશે.ગ્રામ્ય કલચરમાં પણ ખુબ ભાર આપ્યો છે.આ સાથે જ વિજળીથી લઈને ગામોમાં કેવી રીતે સુધારો થાય તે તમામ પ્રકારના સબજેક્ટર પર ખુબ જ ભાર મુકવામાં આવ્યો છે.