Home /News /rajkot /

રાજકોટ: જેલમાં જ નીકળી તિરંગા યાત્રા, કેદીઓ દેશભક્તિના તાલે ઝૂમ્યા

રાજકોટ: જેલમાં જ નીકળી તિરંગા યાત્રા, કેદીઓ દેશભક્તિના તાલે ઝૂમ્યા

રાજકોટ શહેરની મધ્યસ્થ જેલની અંદર તિરંગા યાત્રા કાઢવામાં આવી

Tiranga Yatra: રાજકોટ શહેરની મધ્યસ્થ જેલની અંદર જ કેદીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

    હાર્દિક જોશી, રાજકોટ: આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ ભારત માતા કી જયનો નાદ ગુંજ્યો હતો. રાજકોટ શહેરની મધ્યસ્થ જેલની અંદર જ કેદીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

    રાજકોટ મધ્યસ્થ જેલમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. પ્રથમ તબક્કામાં 100 જેટલા કેદીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. રાજકોટ જેલની બેરકમાંથી નીકળેલી તિરંગા યાત્રા જેલના મુખ્ય ગેટ સુધી પહોંચી હતી. કેદીઓ રાષ્ટ્રગાનના સુર સાથે જુમ્યા હતા. આ તિરંગા યાત્રા આજે દિવસ દરમિયાન કુલ 1800 જેટલા કેદીઓ  જોડાશે. દિવસ દરમિયાન અલગ અલગ તબક્કામાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. કેદીઓએ પણ જેલની અંદર પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.


    આ પણ વાંચો: Video: લલિત વસોયાના 'છૂટાછેડા'ના નિવેદન બાદ રાજકારણ ગરમાતા કરવો પડ્યો મોટો ખુલાસો

    આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના સિનિયર જેલરે કહ્યું હતું કે, કેદીઓ માંગ કરી રહ્યા હતા કે તેઓ પણ આ રાષ્ટ્રીય પર્વમાં જોડાય. તેમણે કહ્યું કે, કેદીઓ પણ આ દેશના નાગરિક છે અને તેમને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવાનો અધિકાર છે. તેથી જ જેલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


    રાજકોટ મધ્યસ્થ જેલના સિનિયર જેલર, જુનિયર જેલર સહિતના ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સહિતના પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેલની અંદર આ તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં અલગ અલગ ગુનામાં જેલની સજા કાપી રહેલા કેદીઓ જોડાયા હતા. તિરંગા યાત્રામાં જોડાયેલા કેદીઓએ કહ્યું હતું કે, તેઓ તિરંગા યાત્રામાં જોડાઈને આનંદની લાગણી અનુભવે છે. કેદીઓએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ પણ એક સામાન્ય લોકોની જેમ જ જેલની અંદર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 75 years of independence, Aazadi ka amrut mahotsav, Gujarat News, Rajkot News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन