Home /News /rajkot /

Rajkot: રાજકોટ મધ્યસ્થ જેલ બની મહાદેવમય, કેદીઓએ શરૂ કર્યા શ્રાવણના ઉપવાસ

Rajkot: રાજકોટ મધ્યસ્થ જેલ બની મહાદેવમય, કેદીઓએ શરૂ કર્યા શ્રાવણના ઉપવાસ

જેલ

જેલ તંત્ર દ્વારા કરવામાં આવી ફરાળની વ્યવસ્થા

તમે સાંભળ્યું છે કે હત્યા, લૂંટ, ચોરી સહિતના ગુના આચરી જેલમાં સજા કાપી રહેલા કેદીઓ શ્રાવણ મહિનાના ઉપવાસ રહે,  હા આ વાત બિલકુલ સાચી છે. કારણ કે, રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદીઓ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરી રહ્યા છે

  Mustufa Lakdawala, Rajkot: હાલ પવિત્ર શ્રાવણ મહિનો (Shravan Month) ચાલી રહ્યો છે, હિન્દુ ધર્મમાં (Hinduism) આ મહિનો એટલે ભગવાન શિવની (Lord Shiva) આરાધના કરવાનો મહિનો. પણ તમે સાંભળ્યું છે કે હત્યા, લૂંટ, ચોરી સહિતના ગુના (Crime) આચરી જેલમાં સજા કાપી રહેલા કેદીઓ શ્રાવણ મહિનાના ઉપવાસ (Fasting) રહે, હા આ વાત બિલકુલ સાચી છે. કારણ કે, રાજકોટ સેન્ટ્રલ જેલમાં (Rajkot Central Jail) કેદીઓ (Prisoners) આખો શ્રાવણ મહિનોઉપવાસ કરી રહ્યા છે. કેદીઓ શિવમય બન્યા હોઈ તેમ જેલના અંગણાંમાં આવેલા શિવ મંદિરમાં રોજ શિવલિંગ પર જલાભિષેક કરી પૂજા અર્ચના કરે છે.

  શું કહે છે જેલના કેદી

  આ અંગે મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી સુરેશ ભાલિયાએ જણાવ્યું હતું કે, અમે આસ્થા સાથે શ્રાવણ મહિનો રહીએ છીએ. જેલમાં અમારા માટે વિશેષ વ્યવસ્થા છે અને પૂજન અર્ચન પણ કરી શકીએ છીએ. જેલ તંત્ર દ્રારા વિશેષ વ્યવસ્થાને કારણે અમે શ્રધ્ધાપૂર્વક શ્રાવણ માસ રહીએ છીએ.

  કેટલા કેદી રાખે છે ઉપવાસ

  રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક નહિ બે નહિ 10 કે 50 નહિ પણ 305 કેદી શ્રાવણ મહિનાના ઉપવાસ રાખે છે. આ બધા કેદી ઉપવાસ રાખી ભગવાન શિવની આરાધના કરે છે. તેમજ મહત્વની વાત એ છે કે રાજકોટ જેલ તંત્ર દ્વારા ઉપવાસ રહેતા આ તમામ કેદીઓને રોજ ફરાળ પણ આવે છે. જેમાં એક કેદી દીઠ ફરાળમાં 100 ગ્રામ સિંગદાણા, 400 ગ્રામ બટેટાની શુકીભાજી અને 3 કેળા આપવાના આવે છે.

  કેદીઓ જેલમાં શિવમય

  જેલમાં બંધ કેદીઓ શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું પૂજન અર્ચન પણ કરી શકે છે.જેલમાં દરેક બેરેકમાં શિવલીંગ આવેલી છે. જે પણ કેદીઓને પૂજન અર્ચન કરવું હોય તેને કેન્ટીનમાંથી દૂધ આપવામાં આવે છે અને ફૂલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે.કેદીઓ પણ ભગવાનનો અભિષેક કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.

  આ પણ વાંચો:  રાજકોટના બિઝનેસમેનની અનોખી પહેલ, પોતાના ખર્ચે પહોંચાડે છે ફ્રીમાં રાખડી

  શું કહે છે જેલના જેલર

  આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર બી.બી. પરમારે News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેલ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કેદીઓની મહાદેવ પ્રત્યેની શ્રદ્ધાને પણ રાજકોટ સેન્ટ્રલ જેલ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. જેલ તંત્ર દ્વારા મહાદેવની પૂજા કરવા માટેની તમામ સામગ્રી કેદીઓને પૂરી પાડવામાં આવે છે. સવારે સ્નાન કર્યા બાદ કેદીઓ મહાદેવની પૂજા કરે અને જળાભિષેક કરે છે. તેમજ રોજે રોજ મહાદેવનો અલગ અલગ શણગાર પણ કરે છે. આ માટેની સામગ્રી પણ જેલતંત્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે. તેમજ ઉપવાસમાં વપરાતી તમામ ફરાળી ખાદ્ય ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Indian Festivals, Mahadev, Rajkot jail, Rajkot News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन