Home /News /rajkot /Rajkot : બાળકને બંધક બનાવ્યો, હથિયાર બતાવી બંગલો લૂંટ્યો; નોકરે ફિલ્મી ઢબે આપ્યો વારદાતને અંજામ

Rajkot : બાળકને બંધક બનાવ્યો, હથિયાર બતાવી બંગલો લૂંટ્યો; નોકરે ફિલ્મી ઢબે આપ્યો વારદાતને અંજામ

ઘરઘાટીએ જ પરિવારને બનાવ્યો બંધક

Rajkot Robbery : શહેરના પોશ વિસ્તાર ઇન્દિરા નગર સર્કલ ખાતે આવેલ રોયલ પાર્ક 4માં બનેલી આ ઘટનામાં લૂંટના ઇરાદે બિલ્ડર પ્રભાત સિંધવના બાળક જશ સિંઘવને બંધક બનાવવામાં આવ્યો હતો.

    રાજકોટ : શહેરની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઘરઘાટી તરીકે કામ કરતા એક ઇસમે માલિકના ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. ઇન્દિરા સર્કલ નજીક આવેલા રોયલ પાર્ક 4માં રહેતા બિલ્ડરના બંગલે બંદૂકના નાળચે 10 લાખ ની રોકડ અને 25 લાખના દાગીનાની લૂંટ કરવામાં આવી છે.

    જે બાદ ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંગલામાં કામ કરતા નેપાળી શખ્સે જ અન્ય નેપાળી શખ્સને બોલાવીને લૂંટની વારદાતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.



    આ પણ વાંચો : રાજકોટની ચકચારી ઘટના : ઘરઘાટીએ જ પરિવારને બનાવ્યો બંધક, બંદૂકના નાળચે લાખો રૂપિયાની લૂંટ

    નોકર સહિત ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી


    બિલ્ડરના ઘરમાં દાદા અને પુત્ર એકલા હતા. તે સમયે આ વારદાતને અંજામ આપવામાં આવ્યો. વહેલી સવારે 7 વાગ્યાની સુમારે ઘરઘાટીએ બાળકને તારુ કામ છે કહીને ઘરનો દરવાજો ખોલાવ્યો અને ત્રણેય શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા. નેપાળી શખ્સે જશ સિંઘવને છરી બતાવીને ડરાવ્યો હતો. તે બાદ ઓશિકા ફાંડી કપડાંથી બાંધી તેને બંધક બનાવ્યો હતો. તેમણે બાળકને ધારદાર હથિયાર બતાવીને ઘરમાં રોકડ અને ઘરેણા ક્યાં પડ્યા છે તેની બાતમી મેળવી હતી.


    બાળક ઘરમાં એકલો હતો ત્યારે વારદાતને અંજામ આપ્યો


    બિલ્ડરના ભાઇએ આપેલી વિગતો અનુસાર, ઘરઘાટીએ અન્ય 2 યુવકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બિલ્ડર પ્રભાત સિંધવ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા અને બિલ્ડરનો 14 વર્ષનો બાળક તેના દાદા સાથે ઘરે એકલો હતો. આ તકનો લાભ લઇને તેમના બંગલામાં કામ કરતા નેપાળી શખ્સે હાથ સાફ કરવાનો પ્લાન બનાવ્યો. જો કે આ ઘટનામાં બાળકને કોઇ ઇજા થવા પામી ન હતી.

    બંગલામાં ઘટી લૂંટ ની ઘટના


    આ પણ વાંચો : રાજકોટ: પરોઠા ઓછા પડતા મામલો બિચક્યો, પત્ની અને પાટલા સાસુને માર માર્યા બાદ પતિએ ખાધો ગળાફાંસો

    પ્રાપ્ત વિગતો અનુસાર, નેપાળી શખ્સને બિલ્ડરે દોઢ મહિના પહેલા અન્ય વ્યક્તિના રેફરન્સથી નોકરી માટે રાખ્યો હતો. જેના વિશે કોઇપણ વિગતો બિલ્ડર પરિવારે લીધી ન હતી. આ સનસનીખેજ લૂંટની ઘટનાને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ અને જાહેર સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Crime news, Rajkot city, Rajkot Crime, Robbery case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन