Home /News /rajkot /રાજકોટ : 'સાહેબ મારી રશ્મિને છરીના ઘા મેં જ ઝીંક્યા છે, તેણે કર્યું જ કઈક એવું,' પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ

રાજકોટ : 'સાહેબ મારી રશ્મિને છરીના ઘા મેં જ ઝીંક્યા છે, તેણે કર્યું જ કઈક એવું,' પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ

પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી, પોતે પણ ઈજાગ્રસ્ત થયો

Rajkot Lovers Stabbing case : શિવમે રશ્મિને છરીના ઘા ઝીંકતા પોતે પણ ઈજાગ્રસ્ત થયો, ખર છોડીને ભાગી આવેલા પ્રેમી પંખીડાઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ

રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખનઉ થી એકાદ વર્ષ પૂર્વે ભાગીને આવેલા પ્રેમી-પ્રેમિકા (Lovers) ખંઢેરી પાસે વાડીમાં રહેતા હતા. ત્યારે પ્રેમી (Boyfriend) અને પ્રેમિકા (Girlfriend) ઉપર શંકા જતા છરીના ઘા ઝીકી તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી છે. તેમજ પ્રેમિકાને છરીના ઘા ઝીકી યુવકને પણ ઘાયલ થતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર પડધરી તાલુકાના ખંઢેરી ગામ પાસે આવેલ tgm hotel પાછળ કિશોરભાઈ ની વાડી માં એકાદ વર્ષથી મૂળ લખનૌ ના પ્રેમી અને પ્રેમિકા રહેતા હતા. શિવમ અને રશ્મિ એકબીજાના પ્રેમમાં હોય તેથી તેઓ લખનઉ છોડીને રાજકોટના ખંઢેરી પાસે રહેવા આવતા રહ્યા હતા.

ત્યારે શિવમ અને રશ્મિ વચ્ચે રાત્રીના દસ વાગ્યા આસપાસ ઝઘડો થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સમગ્ર મામલાની જાણ વાડીના માલિક કિશોરભાઈને થતા કિશોરભાઈ વાડીએ પહોંચ્યા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પ્રેમી અને પ્રેમિકાને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ત્યારબાદ શિવમ ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અને રશ્મિ એક જ ગામના છે. બંને વચ્ચે પ્રેમ હોવાથી એકાદ વર્ષ પહેલા લગ્ન કરવાના ઈરાદે થી તેઓ લખનઉ થી ભાગી ને અહીં આવ્યા હતા.

આ પણ વાંચો : સુરત : Web Seriesના નામે પોર્ન ફિલ્મ બનાવવાના 'એડલ્ટ' ખેલનો પર્દાફાશ, મુંબઈ પોલીસે કરી ધરપકડ

10 દિવસ પહેલા પોતે વતન ગયો હતો.આ સમયે રશ્મી ખંઢેરી રોકાઈ હતી. ત્યારે શિવમ રશ્મી નો સંપર્ક કરવા ફોન કરતો હતો. પરંતુ રશ્મીનો ફોન સતત વ્યસ્ત આવતો હોવાના કારણે રશ્મી કોઈ બીજાના પ્રેમમાં હોય તે પ્રકારની શંકા ઉપજી હતી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : આડા સંબંધોની શંકામાં ખેલાયો ખૂની ખેલ, કડીવાળી લાકડીના ઘા ઝીંકી યુવકની હત્યા

ત્યારે વતનથી પરત આવ્યા બાદ છેલ્લા એક અઠવાડિયાથી બંને વચ્ચે બોલાચાલી થતી હતી. જે બોલાચાલીમાં શિવમ ઉશ્કેરાઈ જતા તેણે રશ્મિને છરીના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પોતાના હાથમાં પણ છરીના છરકા મારી પોતાને પણ ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ રશ્મિ ને હાથ સાથળ ના ભાગમાં વધુ પહોંચી હોવાના કારણે તેને રાજકોટ થી અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Love and Affair, Rajkot affair, Rajkot Boy Friend Stabbed Girl friend, Rajkot Crime, Rajkot love, Rajkot News, Rajkot police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો