Home /News /rajkot /રાજકોટ: હવે ભાજપના યુવા નેતા બન્યા 'શિકાર', રાત્રે યુવતીનો વીડિયો કૉલ આવ્યો અને કપડાં ઉતારવા લાગી

રાજકોટ: હવે ભાજપના યુવા નેતા બન્યા 'શિકાર', રાત્રે યુવતીનો વીડિયો કૉલ આવ્યો અને કપડાં ઉતારવા લાગી

ઇનસેટમાં બીજેપી નેતા મનોજ ગેરૈયા

Rajkot sextortion case: BJP યુવા નેતાએ ફોન કટ કરતા જ સામેથી મેસેજ આવ્યો હતો કે 'મજા આવી'? જે બાદમાં યુવા નેતાને બ્લેકમેઇલિંગ (Blackmailing) કરવાની શરૂઆત થઈ હતી.

રાજકોટ: રાજ્યમાં વીડિયો કૉલ (Video call) કરીને બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસ વધી રહ્યા છે. હવે રાજકોટમાં આવો બનાવ સામે આવ્યો છે. જેમાં ભાજપના એક યુવા નેતાને કડવો અનુભવ થયો છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ ભાજપના IT સેલના ઇન્ચાર્જ (Rajkot BJP IT cell in charge) ખુદ સાઇબર માફિયાઓના ચક્રમાં ફસાયા છે. ભાજપના યુવા નેતાને રાત્રે કોઈ યુવતીનો વીડિયો કૉલ આવ્યો હતો. જેમાં સામેની યુવતી તેણીના કપડાં ઉતારવા (Girl remove clothes on video call) લાગી હતી. ફોન કટ કર્યાના થોડા સમયમાં યુવા નેતાને આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી મળી હતી અને ખંડણીની માંગણ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ ભાજપના આઈટી સેલના ઇન્ચાર્જ મનોજ ગેરૈયા (Manoj Garaiya)ને મંગળવારે રાત્રે એક વીડિયો કૉલ આવ્યો હતો. વૉટ્સએપ કૉલ રિસીવ કરતા જ તેમાં એક સુંદર યુવતીએ પોતાના કપડાં ઉતારવાની શરૂઆત કરી હતી. હકીકતમાં આ યુવતી ઠગ ટોળકીની સભ્ય હતી. જે આ વીડિયો કૉલ રેકોર્ડ કરી રહી હતી. ભાજપના નેતાઓ વીડિયો કૉલ કટ કરતા જ રેકોર્ડ કરેલો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ રીતે ભાજપના નેતા પણ ઠગ ટોળકીના ચક્રમાં ફસાયા હતા.

વીડિયો ભાજપના નેતાઓને મોકલી દેવાની ચીમકી

યુવા નેતાઓ ફોન કાપી નાખતા સામેથી રેકોર્ડ થયેલો વીડિયો મોકલવામાં આવ્યો હતો. જે બાદમાં આ વીડિયો ભાજપના નેતાઓને અને તેના સોશિયલ મીડિયાના મિત્રોને મોકલી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સામેથી યુવા નેતાને તેમના સોશિયય મીડિયાના મિત્રોનું લિસ્ટ પણ મોકલવામાં આવ્યું હતું. આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને પાંચ લાખ રૂપિયાની પેટીએમ મારફતે અથવા ગૂગલ પેથી મોકલવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે યુવા નેતાએ ફરિયાદ કરતા રાજકોટ સાઇબર સેલે તપાસ હાથ ધરી છે.

'મજા આવી'

મળતી માહિતી પ્રમાણે 30 સેકન્ડથી વધારે સમય સુધી આ વીડિયો કૉલ ચાલ્યો હતો. જેમાં નેતા કંઈ સમજે તે પહેલા જ યુવતીએ પોતાના બધા જ વસ્ત્રો ઉતારી નાખ્યા હતા. આ દરમિયાન યુવા નેતા પારખી ગયા હતા કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. જે બાદમાં તેમણે તાત્કાલિક ફોન કટ કરી નાખ્યો હતો. ફોન કટ કરતા જ સામેથી મેસેજ આવ્યો હતો કે 'મજા આવી'? જે બાદમાં યુવા નેતાને બ્લેકમેઇલિંગ કરવાની શરૂઆત થઈ હતી. મંગળવારે રાત્રે બનેલા આ બનાવ બાદ બુધવારે યુવા નેતાના કેટલાક મિત્રોને આ વીડિયો મોકલવામાં આવ્યો હતો. આ મામલે યુવા નેતાની ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.

વીડિયો કૉલ કરી પૈસા પડાવતી ગેંગ સક્રિય

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વીડિયો કૉલ કરી પૈસા પડાવતી ગેંગ (Gang busted who morphed video call) સક્રિય થઈ છે. જેની મોડસ ઑપરેન્ડી એવી છે કે તે પ્રતિષ્ઠિત વ્યક્તિને પોતાનો શિકાર બનાવે છે. સૌથી પહેલા જે તે વ્યક્તિને વૉટ્સએપ મારફતે વીડિયો કૉલ કરવામાં આવે છે. જે બાદમાં સામેની યુવતી કપડાં ઉતારવા લાગે છે. આ વીડિયો કૉલને રેકોર્ડ કરી લેવામાં આવે છે. જે બાદમાં આ રેકોર્ડ કરેલો વીડિયો જે તે વ્યક્તિને મોકલીને આ વીડિયો વાયરલ ન કરવા માટે ખંડણી માંગવામાં આવે છે. (ઇનપુટ:  અંકિત પોપટ, રાજકોટ)
First published:

Tags: Video Call, ભાજપ, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો