Home /News /rajkot /રાજકોટ: શા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાલતી પકડી?

રાજકોટ: શા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાલતી પકડી?

શા માટે વિજય રૂપાણીએ ચાલતી પકડી તે સમજવું ખૂબ જ જરૂરી છે. 

Vijay Rupani: રાજકોટમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાલતી પકડી હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં આગામી ચૂંટણીને લઈને પોતાના 53 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી ચૂંટણીને લઈને પોતાના કેટલાક ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે તેમ છે. આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી પોતાનું એક પણ પત્તું ખોલ્યું નથી, ત્યારે રાજકોટમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાલતી પકડી હોવાની ઘટના સામે આવી છે. શા માટે વિજય રૂપાણીએ ચાલતી પકડી તે સમજવું ખૂબ જ જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19મી ઓક્ટોબરના રોજ જૂનાગઢ અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. બંને જગ્યાએ તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. રાજકોટના એરપોર્ટથી લઈ સભાસ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો યોજવાના છે, ત્યારે આજથી રાજકોટના રેસકોર્સમાં આવેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને આવરી લેતું પેન્ટિંગ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પેન્ટિંગ પ્રદર્શન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.


આ પણ વાંચો: રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે હવામાન વિભાગની આગાહી, 3 દિવસ અહીં પડી શકે છે વરસાદ

વિજય રૂપાણીએ ચાલતી પકડી

આ સમયે ન્યૂઝ18 ગુજરાતી દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કડવા પાટીદારોની માંગણીને લઈ સવાલ પૂછવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ ત્રણ વખત ઉમિયા સીદસર ધામના ચેરમેન જયરામ વાંસજાળીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કડવા પાટીદારો વિધાનસભા ક્ષેત્ર 69માં પોતાનો હક માંગશે. આ બાબત પર વિજય રૂપાણીનો મંતવ્ય જાણવાનો પ્રયાસ ન્યૂઝ18 ગુજરાતી દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં વિજય રૂપાણીએ ચાલતી પકડી હોવાનું કેમેરામાં કેદ થયું હતું.

અગાઉ વિજય રૂપાણીએ શું કહ્યું હતું?

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અંબાજીમાં અને ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો પાર્ટી ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ. જોકે વિજય વિજય રૂપાણીના ઉપરા ઉપરી પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશના નિવેદન બાદ યોગાનું યોગ તેમને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આમ, એક રીતે વિજય રૂપાણીને ગુજરાત બહારનો રસ્તો પાર્ટી દ્વારા બતાવવામાં આવ્યો હોવાની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઈ રહી છે. આ તમામની વચ્ચે 69માં પાટીદારો પોતાનો મત માંગ છે તે બાબતના પ્રશ્નના જવાબમાં વિજય રૂપાણીનું મૌન ઘણું બધું પોતાની રાજકીય અપેક્ષાને આકાંક્ષા વિશે કહી જાય છે.

જોકે, વિજય રૂપાણીએ કોઈપણ જવાબ આપ્યા વગર ચાલતી પકડતા તેમના ડાબા હાથ બાજુ બેઠેલા રામ મોકરીયા મંદ સ્મિત સાથે જોવા મળ્યા હતા. આમ વિજય રૂપાણીનું મૌન રામ મોકરીયા માટે હાસ્યનું કારણ પણ બન્યું હોવાનું સામે આવ્યું હતું.
Published by:Azhar Patangwala
First published:

Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Vijay Rupani

विज्ञापन