Home /News /rajkot /BBA, B.com paper leak case રાજકોટ: BBA, B.com પેપર ફૂટવાનો મામલો, 111 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ

BBA, B.com paper leak case રાજકોટ: BBA, B.com પેપર ફૂટવાનો મામલો, 111 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ

એચ.એન.શુક્લ કોલેજના કર્મી જીગર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

BBA, B.com paper leak case રાજકોટ: BBA,B.com પેપર ફૂટવાનો મામલો. પેપર ફૂટ્યાના 111 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ. એન.એચ.શુકલ કોલેજના કર્મી સામે ફરિયાદ નોંધાઈ.

રાજકોટ: BBA,B.com પેપર ફૂટવાના મામલો મોટા સામાચાર સામે આવ્યા છે. પેપર ફૂટ્યાના 111 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે એન.એચ.શુકલ કોલેજના કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ગત ઓક્ટોબર મહિનામાં પેપર ફૂટ્યા હતા. ઓક્ટોબરમાં પેપર ફૂટ્યા બાદ હજુ સુધી ફરિયાદ નોંધાઈ નહોતી. આખરે પેપર ફૂટવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.

આખરે પેપર ફૂટવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

બીએ, બીકોમના પેપર ફૂટવાનો મામલો મોટા અપડેટ્સ સામે આવ્યા છે. આખરે પેપર ફૂટ્યાંના 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એચ.એન.શુક્લ કોલેજના કર્મી જીગર ભટ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત ઓકટોબર માસમાં પેપર ફૂટ્યા હતા. ઑક્ટોબર માસથી અત્યાર સુધી તપાસની વાતો ચાલતી હતી. આખરે પેપર ફૂટવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


આ પણ વાંચો: બોર ખાવા માટે વાડીમાં ગયેલા 12 વર્ષના છોકરાને ઝટકા મશીનનો કરંટ લાગતા મોત

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે વધુ એક આરોપીની ધરપકડ

બીજી બાજુ, સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદીપને મોરારી સુધી લઈ જનાર સરોજની ધરપકડ કરવામાં આવી હતી. સરોજ નામનો શખ્સ સકંજામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ મામલે અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરાઇ છે.

પેપર ફોડનારા વિરૂદ્ધ કડક કાયદો બનશે

પેપરલીક પર અંકુશ માટે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. પેપર ફોડનારા વિરૂદ્ધ કડક કાયદો બનશે. આગામી વિધાનસભા સત્રમાં જ કાયદો બનશે. આગામી 23 ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ જ સત્રમાં આ અંગે બિલ લાવીને પસાર કરી કાયદો બનાવાશે અને પેપર ફોડનારા તત્વોને કડક સજા થાય એ પ્રકારની જોગવાઈ કરાશે. તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. ઋષિકેશ પટેલે એવો પણ દાવો કર્યો કે હવે પછીની તમામ પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.
First published:

Tags: Gujarat News, Paper leak, Rajkot News

विज्ञापन