Home /News /rajkot /

Rajkot: એકસાથે 13 વૃક્ષને કાપી નાખવામાં આવતા, પર્યાવરણ પ્રેમીઓએ બેસણું કરી હૈયાફાટ રૂદન કર્યું

Rajkot: એકસાથે 13 વૃક્ષને કાપી નાખવામાં આવતા, પર્યાવરણ પ્રેમીઓએ બેસણું કરી હૈયાફાટ રૂદન કર્યું

વૃક્ષોનું

વૃક્ષોનું બેસણુ કરી હૈયાફાટ રૂદન કર્યું

રાજકોટ શહેરમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીના પરિસરમાં એકસાથે 13 વૃક્ષને થડથી જ કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: એક તરફ તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે અને બીજી તરફ હિટવેવ (Heatwave) ને કાબૂમાં રાખતા વૃક્ષોનો સોથ વળી રહ્યો છે. આવું કઈક રાજકોટમાં બન્યું છે. શહેરમાં આવેલી જિલ્લા લાઇબ્રેરી (Rajkot Jilla Library) ના પરિસરમાં એકસાથે 13 વૃક્ષને થડથી કાપી નાખવામાં (Tree felling incident)આવતા પર્યાવરણ પ્રેમીઓનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. આજે મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જિલ્લા પુસ્તકાલય ખાતે એકત્ર થયા હતા અને અનોખો વિરોધ કર્યો હતો. પર્યાવરણ પ્રેમીઓએ કપાયેલા વૃક્ષોના થડ પર ફૂલમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ(Tribute to the trees)આપી હતી. તેમજ વૃક્ષોનું બેસણુ કરી હૈયાફાટ રૂદન પણ કર્યું હતું.


    પર્યાવરણ પ્રેમીઓએ રામધૂન પણ બોલાવી


    વૃક્ષોના બેસણાની સાથોસાથ પર્યાવરણ પ્રેમીઓએ રામધૂન પણ બોલાવી હતી.તેમજ કપાયેલા વૃક્ષના થડ પાસે છાજીયા પણ લીધા હતા. તમામ પર્યાવરણ પ્રેમીઓ સફેદ કપડામાં જોવા મળ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવું કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા થાય. એક પર્યાવરણ પ્રેમીએ તો આવું કરનારાઓને ફાંસીની સજા આપોની માગ કરી હતી. અને જણાવ્યુ હતું કેઘણા વિદ્યાર્થીઓ બપોરે વૃક્ષ નીચે બેસીની બપોરે જમતા હતા. બીજી તરફ પક્ષીઓનો અહીં આશરો હતો. માણસો તો ઠીક છે પણ પક્ષીઓનો આશરો છિનવાઇ જાય તો વિચાર કરો કેટલું દુખ થાય. અમે કોઈ રાજકારણી માણસો નથી, પર્યાવરણપ્રેમીઓ અહીં ભેગા થયા છીએ. આવું કરનારાઓને સબક શીખવવો જોઇએ.


    આ પણ વાંચો:રાજકોટ: 21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, બે માસની બાળકીને ભૂવાએ પેટના ભાગે આપ્યા ડામ


    વૃક્ષ કાપવાની મંજૂરી અપાઇ હતી કે નહીં તે અંગે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં ગાર્ડન શાખાના ઈન્ચાર્જ ડાયરેક્ટર એલ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, ‘જિલ્લા લાઇબ્રેરીના ગ્રંથપાલના હોદ્દાની રૂએ વૃક્ષોની ટ્રિમિંગ કરવાની અરજી આવી હતી. જેમાં બિલ્ડિંગને કેટલીક ડાળીઓ અડતી હોવાથી કાપવા મંજૂરી માગી હતી. આથી 8 વૃક્ષની ડાળીઓ કાપવા મંજૂરી અપાઇ હતી. પરંતુ ડાળીઓને બદલે 13 વૃક્ષને જડમૂળમાંથી કાપી નાખવામાં આવ્યા છે. મંજૂરી લાઇબ્રેરિયન સ્મિતકૌર સેહર નામના મહિલા ગ્રંથપાલે 22-2ના લીધી હતી. અને તે સમયે વૃક્ષો કપાયા હોય તેવું લાગે છે.


    જવાબદારને લીગલ નોટિસ મોકલી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ


    કપાયેલા 13 વૃક્ષમાં પીપળ, પીપળો, ગોરસ આંબલી તેમજ અન્ય લીમડાનો સમાવેશ થાય છે. અંગે જે.એલ. ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, મામલે ગેરકાયદે વૃક્ષછેદન બદલ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન કાયદા હેઠળ કાર્યવાહી થશે, ઉપરાંત રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન તેમજ લાકડાંના ગેરકાયદે વેચાણનો મુદ્દો પણ આવરી લીધો છે અને લીગલ નોટિસ મોકલી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ રહી છે. મામલે જાણવા મળ્યું હતું કે, જે-તે સમયે વૃક્ષો કાપ્યા ત્યારે લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને આવેદન પણ આપ્યું હતું જોકે ત્યારે લાઇબ્રેરિયને પોલીસને બોલાવીને અવાજ દબાવવા પણ પ્રયાસ કર્યો હતો.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, રાજકોટ

    આગામી સમાચાર