Home /News /rajkot /NEWS 18 GUJARATI IMPACT: નામચીન બૂટલેગર કરણ કુંભારવાડીયા સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો! કાયમી માટે હથિયારનો પરવાનો રદ્દ થશે કે કેમ?
NEWS 18 GUJARATI IMPACT: નામચીન બૂટલેગર કરણ કુંભારવાડીયા સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો! કાયમી માટે હથિયારનો પરવાનો રદ્દ થશે કે કેમ?
જેમ જેમ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે. તેમ તેમ સંબંધિત પોલીસ દ્વારા પરવાનેદાર વ્યક્તિ તેમજ પરવાનો ન ધરાવતો હોય તેમ છતાં બંદૂક સાથે ફોટો કે વિડીયો અપલોડ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.
જેમ જેમ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે. તેમ તેમ સંબંધિત પોલીસ દ્વારા પરવાનેદાર વ્યક્તિ તેમજ પરવાનો ન ધરાવતો હોય તેમ છતાં બંદૂક સાથે ફોટો કે વિડીયો અપલોડ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.
રાજકોટ: તાજેતરમાં સોશિયલ મીડિયામાં કરણ કુંભારવાડિયા નામના વ્યક્તિના વિવાદિત વીડિયો વાયરલ થયા હતા. જે વિવાદિત વીડિયો વાયરલ થયા હતા તેમાં કરણ કુંભારવાડીયા બંદૂક સાથે હોય, કરણ કુંભારવાડીયા પોલીસની જીપ પાછળ પોતાની કાર ચલાવી રહ્યો હોય તેમજ કરણ કુંભારવાડીયા કારમાંથી ધોકો લઈ ઉતરતો હોય તે પ્રકારના વીડિયો વાયરલ થયા હતા. વાયરલ વીડિયો મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે પૂર્વે જ માલવિયા નગર પોલીસ દ્વારા કરણ કુંભારવાડિયાને હદપારના ગુનાના ભંગ સબબ માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો.
ત્યારે ન્યુઝ 18 ગુજરાતી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ કેટલાક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે, જે સવાલોમાં આર્મ્સ એક્ટ હેઠળ કરણ કુંભારવાડીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે કે કેમ તે સામેલ હતું. ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ બપોરના 3:30 વાગ્યાના અરસામાં તાલુકા પોલીસ સ્ટેશનમાં કરણ કુંભારવાડીયા તેમજ જીતેન્દ્ર તલાવ્યા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 29, 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિકુંજ મારવીયા ફરિયાદી બન્યા છે. માલવિયા નગર પોલીસ દ્વારા હદપાર આરોપી કરણ કુંભારવાડીયાની અટક કરવામાં આવેલ હોય. આરોપીએ અગાઉ પોતાના instagram એકાઉન્ટમાં રિવોલ્વર સાથેનો વિડીયો અપલોડ કરેલો હોય. જે સંદર્ભે તેની પૂછપરછ કરતા તે વીડિયો તેણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પિરામિડ પાર્ટી પ્લોટ ખાતે વિજય રાયધનભાઈ કુંભારવાડિયાના લગ્ન પ્રસંગ અર્થે યોજાયેલ પ્રસંગમાં બનાવ્યો હતો.
માલવિયા નગર પોલીસની વર્ધીના આધારે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવામાં આવ્યો છે. આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, વિડીયો તેણે 18 ફેબ્રુઆરી ની રાત્રે 10:30 વાગ્યાના અરસામાં બનાવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહેલ બંદૂક તેના મિત્ર જીતેન્દ્ર તલાવ્યાની છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કરણ અને જીતેન્દ્ર વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પ્રકારના કિસ્સાઓમાં પરવાનેદારનો પરવાનો રદ થાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમ જેમ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે. તેમ તેમ સંબંધિત પોલીસ દ્વારા પરવાનેદાર વ્યક્તિ તેમજ પરવાનો ન ધરાવતો હોય તેમ છતાં બંદૂક સાથે ફોટો કે વિડીયો અપલોડ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. પરંતુ આ પ્રકારના કિસ્સાઓમાં કાયમી માટે પરવાને દર વ્યક્તિનો પરવાનો રદ કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તો કાયમી માટે આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવતા કિસ્સાઓ અટકી શકે છે.
ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ દ્વારા કરણ કુંભારવાડિયા ની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ અન્ય વ્યક્તિને પોલીસ ક્યારે ઝડપી પાડે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.