Home /News /rajkot /રાજકોટ: આનંદસાગર સ્વામીની મુશ્કેલી વધી, ધાર્મિક લાગણી દુભાઇ હોવાની ફરિયાદ દાખલ

રાજકોટ: આનંદસાગર સ્વામીની મુશ્કેલી વધી, ધાર્મિક લાગણી દુભાઇ હોવાની ફરિયાદ દાખલ

હવે આનંદસાગરની મુશ્કેલીઓ વધે તેવું લાગી રહ્યું છે.

Anandasagar Swami: રાજકોટમાં પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલી ટિપ્પણી મામલે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

    સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને સંતો દ્વારા વિવાદિત ટિપ્પણીને લઇને સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. આ મામલે સાધુ-સંતો તથા સંસ્કૃત પાઠશાલાના ઋષિ કુમારોએ રોષ ઠાલવી રહ્યા છે. ડાકોરના સંત સમાજમાં ભગવાન શિવ વિશે અપમાનજનક ટિપ્પણીને લઈ રોષ વ્યાપ્યો છે. ત્યાં જ આમમલે ભગવાનનું અપમાન કરનારા તત્વો સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે.

    થોડા દિવસો અગાઉ સોખડા હરિધામના પ્રબોધસ્વામીના શિષ્ય આનંદસાગરનો વીડિયો હાલ વાયરલ થયો હતો. જેમા તે ભગવાન શિવનું અપમાન કરી રહ્યા છે. જેના કારણે હિન્દુ સમાજ સહિત સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આનંદસાગરે અમેરિકામાં આવું નિવેદન આપ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ ગુરુ પ્રસાદ સ્વામીએ જણાવ્યુ હતુ કે, એમનાથી ભુલ થઇ છે. તેમને માફી માગવાનું કહેવામાં આવ્યુ છે. જે બાદ આનંદસાગરે એક વીડિયો મારફતે માફી પણ માંગી હતી. જોકે હવે આનંદસાગરની મુશ્કેલીઓ વધે તેવું લાગી રહ્યું છે.



    રાજકોટમાં પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલી ટિપ્પણી મામલે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આનંદસાગર સ્વામી સામે અહીં બ્રહ્મસમાજના અગ્રણી મિલન શુક્લએ ફરિયાદ નોંધાવી છે. આ એફઆઇઆરમાં ધાર્મિક લાગણી દુભાઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. બ્રહ્મસમાજના અગ્રણી મિલન શુક્લએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ દિવસ પહેલા તેમના વ્હોટ્ટસએપ ગ્રુપમાં સોખડા હરિધામના પ્રબોધસ્વામીના શિષ્ય આનંદસાગરનો વીડિયો આવ્યો હતો, જેમાં આનંદ સાગર પ્રબોધ સ્વામીએ મહાદેવનું અપમાન કર્યું અને ભક્તોને ગેરમાર્ગે દોર્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Rajkot News, Swaminarayan, ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन