Home /News /rajkot /રાજકોટમાં સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, નશામાં ધૂત ડ્રાઇવરે સાયરન ચાલુ રાખતા ભાંડો ફૂટ્યો

રાજકોટમાં સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, નશામાં ધૂત ડ્રાઇવરે સાયરન ચાલુ રાખતા ભાંડો ફૂટ્યો

રાજકોટના એડિશનલ કલેક્ટર (રુડા)ની સરકારી ગાડીમાંથી દારૂ ઝડપાયો

રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાંથી પસાર થઈ રહેલી સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ પકડાયો છે. એડિશનલ કલેક્ટર રૂડા લખેલી ગાડીમાં દારૂની બોટલ મળી આવી છે.

રાજકોટઃ શહેરમાં સરકારી વાહનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. ત્યારે શીતલ પાર્ક વિસ્તારમાંથી પસાર થઈ રહેલી સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ પકડાયો છે. એડિશનલ કલેક્ટર રૂડા લખેલી ગાડીમાં દારૂની બોટલ મળી આવી છે.

આ દારૂની બોટલ સરકારી ગાડીમાં આગળની સીટમાં પડી હતી. તો બીજી તરફ શીતલ પાર્કમાં રહેતા લોકોએ જણાવ્યુ હતુ કે, આ વિસ્તારમાં સરકારી ગાડીમાં આવેલો કલ્પેશ મોરી નામનો ડ્રાઇવર નશામાં ધૂત હતો. પોલીસે આ ડ્રાઇવરને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. આ વિદેશી દારૂ જે સરકારી ગાડીમાંથી મળી આવ્યો છે તે સરકારી ગાડી રાજકોટ અર્બન ડેવલોપમેન્ટના કારોબારીના ઉપયોગ માટેની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ મનપાની કાર્યવાહી, ગંદકી રાખતા 59 એકમ સીલ

ગાડીનું સાયરન સતત ચાલુ રાખ્યું હતું


સરકારી કામ અર્થે રૂડાના કારોબારી અધિકારી આ ગાડીનો ઉપયોગ કરતા હતા. આજે સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ મળ્યો હતો તે ગાડી નંબર GJ 03 GA 9999 નંબરની છે. આ ગાડીનો ડ્રાઇવર કલ્પેશ મોરી રવિવારે રજાનો દિવસ હોવા છતાં સરકારી ગાડી લઈને નીકળ્યો હતો અને તેમણે ઇંગ્લિશ દારૂનો નશો કર્યો હતો અને તે એટલો ધૂત હતો કે તેને બોલવાનું કે ચાલવાનું ભાન પણ નહોતું. નશામાં ધૂત ડ્રાઇવરે ગાડીનું સાયરન સતત ચાલુ રાખ્યું હતું. ત્યારે આવી વિચિત્ર ઘટના જોઈને સ્થાનિકોને શંકા ગઈ હતી અને લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારે લોકોએ જોયું તો ડ્રાઇવર નશામાં ધૂત હતો.


આ પહેલાં પણ સરકારી ગાડીમાંથી દારૂ ઝડપાયો હતો


સુરતમાં ડેપ્યૂટી કલેકટરની સરકારી ગાડી પર આઉટસોર્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો કર્મચારી સહિત ત્રણ શખ્સો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. સૌથી મહત્વની વાત સામે આવી છે કે, દારૂની હેરાફેરી અન્ય કોઈ વાહનમાં નહીં પરંતુ ક્લાસ વન અધિકારીની સરકારી ગાડીમાં જ કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot crime news, Rajkot News, Rajkot police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો