Home /News /rajkot /

Rajkot: લગ્નગાળો ફૂલ બહારમાં ખીલ્યો, 'સલામત સવારી' એસ. ટી. બસમાં ચિક્કાર ભીડ

Rajkot: લગ્નગાળો ફૂલ બહારમાં ખીલ્યો, 'સલામત સવારી' એસ. ટી. બસમાં ચિક્કાર ભીડ

વાહન

વાહન વ્યવહાર નિગમને થઈ અધધધ... કમાણી

લોકો મુસાફરી માટે સૌથી પહેલી પસંદ એસટી બસ પર ઉતારી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં જ ગુજરાત એસટી નિગમ હેઠળ ચાલતી વિવિધ રૂટની બસોમાં 1.92 કરોડ લોકોએ મુસાફરી કરી છે. જેનાથી એસટી નિગમને 90.20 કરોડની કમાણી થઈ છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: હાલ વેકેશન(Summer Vacation)અને લગ્નગાળોફૂલ બહારમાં ખીલ્યો છે. ત્યારે લોકો ફરવા જવા માટે આજુબાજુના સ્થળોની વધારે પસંદગી કરી રહ્યા છે. બીજી તરફ લગ્નગાળાની સીઝન (Wedding season)પણ ચાલી રહી હોવાથી ખાનગી બસો અને વાહનોમાં ટિકિટનો ભાવ બેથી ત્રણ ગણો વધ્યો છે. ત્યારે લોકો મુસાફરી માટે સૌથી પહેલી પસંદ એસટી બસ(GSRTC)પર ઉતારી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં જ ગુજરાત એસટી નિગમ હેઠળ ચાલતી વિવિધ રૂટની બસોમાં 1.92 કરોડ લોકોએ મુસાફરી કરી છે. જેનાથી એસટી નિગમને 90.20 કરોડની કમાણી થઈ છે.

    એસટી બસમાં રોજ 20 ટકા ટ્રાફિકનો વધારો

    લગ્નગાળો અને વેકેશનના કારણે એસટી બસના ટ્રાફિકમાં 20 ટકાનો વધારો થયો છે. એસટી નિગમને રોજની રૂ.7 કરોડ આસપાસની કમાણી થઇ રહી છે. માત્ર 11 દિવસ દરમિયાન એસટી તંત્રની બસોમાં 1.92 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને રોજ રાજ્યની બસોમાં 18 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 11 દિવસ દરમિયાન એસટી નિગમની આવકમાં રોજ એક કરોડ રૂપિયા જેટલો ખાસ્સો વધારો થયો છે અને રોજ ટ્રાફિકમાં પણ 20 ટકાથી વધુનો વધારો થયો છે.

    ખાનગી બસો 2થી 3 ગણા ભાડા વસૂલે છે

    હાલ કાળઝાળ ગરમી હોવા છતાં એસટી બસોમાં સતત મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ ખાનગી બસોમાં જોઇ એવો ટ્રાફિક નજરે પડતો નથી. ખાસ કરીને ખાનગી બસ સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટૂંકા અને લાંબા અંતરની બસોમાં 2થી 3 ગણો ભાડાવધારો કરી દીધો છે.

    જેના કારણે લોકો ખાનગી બસોમાં બને ત્યાં સુધી બેસવાનું ટાળી રહ્યા છે. એસટી નિગમ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વારંવાર તોતિંગ વધારો કરાયો છતાં હજુ સુધી ભાડામાં વધારો કર્યો નથી જેના કારણે લોકો સતત એસટી બસોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

    એસટી નિગમના રાજ્યમાં 16 ડિવિઝન

    રાજકોટ(Rajkot)સહિત રાજ્યભરમાં એસટી નિગમના 16 ડિવિઝનોના જુદા-જુદા ડેપો આવેલા છે. આ તમામ ડેપો પરથી છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના રૂટોની બસો ચિક્કાર દોડી રહી છે. જેના કારણે એસટી નિગમને રોજ કરોડો રૂપિયાની આવક થઇ રહી છે.

    છેલ્લા 11 દિવસની સરખામણી જોઇએ તો 16 મેના રોજ રાજ્યની એસટી બસોમાં 18.26 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે છેલ્લા 11 દિવસમાં સૌથી વધુ છે. 16મેના રોજ એસટી નિગમને રૂ. 8.94કરોડથી વધુની આવક પણ થઇ હતી. આ જ રીતે. 17મેના રોજ 17.87 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને એસટી નિગમને રૂ. 8.32 કરોડથી વધુની આવક થઈ હતી.

    સોમનાથ અને દ્વારકાનો ટ્રાફિક સૌથી વધુ

    રાજકોટ એસટી ડિવિઝનના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ એમ.કે. કાદરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. પરંતુ કોરોનો હળવો પડતા લોકો વેકેશનમાં ફરવા જાય છે.

    દરેક રૂટ પર મુસાફરોનું ટ્રાફિકનું પ્રમાણ સારું છે અને ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનમાં સોમનાથ અને દ્વારકા(Somnath, Dwarka route)સૌથી વધુ લોકો જઇ રહ્યા છે. એકંદરે બધા જ રૂટો પર ટ્રાફિક જોવા મળે છે. વેકેશનનો માહોલ હોય દરેક જગ્યાએ લોકો જઇ રહ્યા છે. હાલ બુકિંગનું પ્રમાણ પણ સારું છે.

    તેજ શક્તિ ટ્રાવેલ્સના ભાવિન રાજગોરે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષમાં કોરોનાકાળમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું માર્કેટ ઠપ્પ થઈ ગયું હતું. લોકો હરવા-ફરવા નીકળી શકતા નહોતા. છેલ્લા છ મહિનાથી લગ્નગાળો અને વેકેશનની સીઝન સારી નીકળી છે.

    હાલમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજીમાં પણ ભયંકર ભાવવધારો નીકળ્યો છે. આથી સામાન્ય લોકો ખાનગી વાહનોને બદલે એસટી બસમાં વધુ મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટૂરીઝમ લાઈનની હાલત હાલ કફોડી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat ST, Rajkot city, રાજકોટ

    આગામી સમાચાર