Home /News /rajkot /રાજકોટ : અકસ્માત CCTV Video, 14 વર્ષની તરૂણીનું માતા-પિતાની સામે જ દર્દનાક મોત

રાજકોટ : અકસ્માત CCTV Video, 14 વર્ષની તરૂણીનું માતા-પિતાની સામે જ દર્દનાક મોત

કાકાના લગન હોવાથી માતા-પિતા સાથે કોમલ ખરીદી કરવા ગઈ હતી, યુટીલીટીની અંદરથી એક દારૂની બોટલ પણ મળી આવી.

કાકાના લગન હોવાથી માતા-પિતા સાથે કોમલ ખરીદી કરવા ગઈ હતી, યુટીલીટીની અંદરથી એક દારૂની બોટલ પણ મળી આવી.

રાજકોટ : લોકડાઉનમાં અકસ્માત (Accident)ની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ, જેવી તેમાં છૂટછાટ મળતી ગઈ તેમ તેમ ફરી અકસ્માતની ઘટનાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. આજે રાજકોટ ભાવનગર હાઇવે (Rajkot Highway Accident) પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 14 વર્ષ દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે કે મૃતક દીકરીના માતા-પિતા ભાઈ અને યુટીલીટીમાં બેઠેલા ત્રણ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતના સીસીટીવી (Accident CCTV Video) ફૂટેજ પણ સામે આવ્યા છે.

રાજકોટ ભાવનગર હાઇવે પર અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટ ભાવનગર હાઈવે પર આર.કે યુનિવર્સિટી ના ગેટ ની સામે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આર.કે યુનિવર્સિટી ના ગેટ ની સામે ગઢકા ગામ નો પરિવાર વાહનની રાહ જોતો વૃક્ષ નીચે બેઠો હતો. તેટલામાં જોતજોતા યુટિલિટી વૃક્ષ નીચે બેઠેલા પરિવાર તરફ વળી હતી. જે અકસ્માતમાં 14 વર્ષીય દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે મૃતક દીકરીના માતા-પિતા તેમજ તેના ભાઈ અને યુટીલીટી માં બેઠેલા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આમ અકસ્માતમાં ૧નું મોત જ્યારે કે છ જેટલા લોકો ને ઇજા પહોંચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. ત્યારે સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી તો સાથે જ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.



આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે ચાવડાના જણાવ્યા પ્રમાણે, આજીડેમ પોલીસ દ્વારા યુટીલીટી ની અંદર તપાસ કરવામાં આવતાં એક દારૂની બોટલ પણ મળી આવી હતી. જે અંતર્ગત મધ્યપ્રદેશના શખ્સ સામે પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



રાજકોટ ના ગઢકા ગામે રહેતા અને મજૂરીકામ કરતા પ્રવીણભાઈ બથવાર ના પિતરાઇ ભાઇના 16 માર્ચના રોજ લગ્ન છે. જેના કારણે તે પોતાની પત્ની રંજનબેન 14 વર્ષીય દીકરી કોમલ અને ત્રણ વર્ષીય પુત્ર દેવાંશુ સાથે કપડાની ખરીદી માટે રાજકોટ આવતા હતા. ત્યારે રાજકોટ આવવા માટે તેઓ આર.કે યુનિવર્સિટી ની સામે વૃક્ષ નીચે તડકો હોવાના કારણે વાહનની રાહ જોતા બેઠા હતા. તેટલામાં ભાવનગર તરફ થી રાજકોટ આવવાના રસ્તે યુટીલીટી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો.
First published:

Tags: Live Accident video, Rajkot Accident, Rajkot News