Home /News /rajkot /રાજકોટ: ખુલ્લા સાંઢની જેમ દોડતી બસે બાઇકચાલકને લીધો અડફેટે, CCTV

રાજકોટ: ખુલ્લા સાંઢની જેમ દોડતી બસે બાઇકચાલકને લીધો અડફેટે, CCTV

રાજકોટમાં બેફામ ગતિએ દોડતી સીટી બસે બાઇકચાલકને ફંગોળ્યો

Rajkot Accident CCTV: રાજકોટ સીટી બસ ચાલકની ગંભીર બેદરકારી. બેફામ ગતિએ દોડતી સીટી બસે બાઇકચાલકને ફંગોળ્યો, અકસ્માત સીસીટીવીમાં કેદ

    રાજકોટ: રાજકોટમાં એક ગંભીર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં સીટી બસચાલકની ગંભીર બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો છે. બસચાલકે સાઇડ કાપવાની લ્હાયમાં ટુ-વ્હીલરચાલકને ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ત્યારે બેફામ ખુલ્લા સાંઢની જેમ દોડતી બસો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે સીટી બસચાલક કેવી બેદરકારીપૂર્વક બસ ચલાવી રહ્યો હતો.

    પૂરપાર ઝડપે બસચાલકે ઓવરટેક કરતાં સર્જાયો અકસ્માત

    રાજકોટ સીટી બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં બેફામ ગતિએ દોડતી સીટી બસે બાઇકચાલકને અડફેટે લીધો છે. સાઈડ કાપવા જતાં સીટી બસચાલકે ટુ-વ્હીલરચાલકને ટક્કર મારી હતી. ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે અચાનક જ બસ આવી ચઢે છે અને રસ્તા પર અનેક વાહનો પસાર થઇ રહ્યા હોવા છતાં પૂરપાર ઝડપે બસચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફૂટેજમાં જોઇ શકાય છે કે, સામેની બાજુથી આવી રહેલા બાઇકચાલકને અંદાજ પણ નહીં હોય કે સામેથી આવી રહેલી બસ આવી રીતે ઓવરટેક કરી તેને અડફેટે લેશે.


    આ પણ વાંચો: રાજ્યમાં પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો, અમદાવાદનું તાપમાન ગગડ્યું

    બાઇકચાલક ઉછળીને રસ્તા પર પટકાયો

    અકસ્માતની આ ઘટનામાં બસની બિલકુલ સામેની સાઇડે જ બાઇકચાલક ભટકાયો હતો. બસ સાથે અથડાતાં જ બાઇકચાલક ઉછળીને રસ્તા પર પટકાયો હતો. જેને પગલે સ્થાનિક લોકો અને વાહનોચાલકો દોડી આવ્યા હતા. સાથે જ ઇજાગ્રસ્ત યુવકને 108માં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે બેફામ હંકારવામાં આવતી બસો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident CCTV, Gujarat News, Rajkot News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन