Home /News /rajkot /વિદ્યાર્થિનીનાં મોત બાદ રાજકોટની શાળાઓનો સમય થયો એક કલાક મોડો
વિદ્યાર્થિનીનાં મોત બાદ રાજકોટની શાળાઓનો સમય થયો એક કલાક મોડો
રાજકોટ શાળા
Rajkot News: વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, હવે આ સમય મોડો થવાથી તેમને ઘણી રાહત મળી છે તો વાલીઓએ પણ જણાવ્યું હતું કે, પહેલા વહેલી સવારમાં પાંચ વાગ્યે તેમને ઉઠવું પડતું હતું પરંતુ હવે છ વાગે ઉઠે તો પણ ચાલે છે
રાજકોટ: આજથી રાજકોટની શાળાઓ 8:00 વાગ્યે શરૂ થઈ. ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની તમામ શાળાને આદેશ આપવામાં આવ્યો હતો કે, તેઓ વહેલી સવારે ખુલતી શાળાઓ પોતાનો સમય નિયત સમય કરતા મોડો કરે હવે આઠ વાગ્યે શાળા શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે આજથી રાજકોટની તમામ શાળાઓ એ પોતાનો સમય મોડો કર્યો છે.
પહેલા જે 7:00 વાગ્યે શરૂ થતી શાળાઓ આજથી આઠ વાગ્યે શરૂ થઈ હતી. ત્યારે આ સમય મોડો થવા અંગે વિદ્યાર્થીઓ વાલીઓ અને પ્રિન્સિપાલે ન્યૂઝ18ગુજરાતી સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, હવે આ સમય મોડો થવાથી તેમને ઘણી રાહત મળી છે તો વાલીઓએ પણ જણાવ્યું હતું કે, પહેલા વહેલી સવારમાં પાંચ વાગ્યે તેમને ઉઠવું પડતું હતું પરંતુ હવે છ વાગે ઉઠે તો પણ ચાલે છે અને બાળકને 8:00 વાગ્યા સુધીમાં સ્કૂલે પહોંચાડવાનું હોય છે. જેથી કડકડતી ઠંડીમાં ઘણી રાહત મળતી હોય છે. આટલી ઠંડીમાં બાળકને વહેલી સવારે ઉઠવું ઘણી તકલીફદાયક રહેતું હોય છે તો શાળાના પ્રિન્સિપાલે પણ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ તેમને શાળાનો સમય વહેલો કર્યો છે.
વહેલી સવારના સમયે રાજકોટ શહેરમાં દૂર દૂરથી શાળાઓ સુધી પહોંચતા વિદ્યાર્થીઓને વહેલું ઉઠવું પડતું હોય છે. એમાં પણ જ્યારે આ કડકડતી ઠંડીમાં ઘરથી શાળા સુધીની સફર બાળક માટે આફતનો માર્ગ બની જતી હોય છે. બાળકો ઠંડીની ચપેટમાં આવીને બીમાર પણ પડી જતા હોય છે. તાજેતરમાં જ રાજકોટ શહેરની એ.વી. જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીના મોતનો બનાવ પણ બન્યો હતો. ત્યારે શાળાના વહેલા સમયને લઈને પણ લોકોમાં ટીકા થઈ રહી હતી. ત્યારે વધતી ઠંડીના કારણે બાળકો વધુ બીમાર ન પડે અને ઠંડી માંથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો.