રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના ધારી પંથકના યુવાને ન કરવાનું કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. અમરેલીના ધારી પંથકના યુવાને મળમાર્ગમાં પ્લાસ્ટિકની ઠંડા પીણાની બોટલ ફસાવી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
ઠંડા પીણાની પ્લાસ્ટિકની બોટલ ફસાડી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં અમરેલીના ધારી પંથકના યુવાને મળમાર્ગમાં ઠંડા પીણાની નાનકડી પ્લાસ્ટિકની બોટલ ફસાડી દેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાનને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેને તાત્કાલિક અસરથી સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવતાની સાથે જ ફરજ પર હાજર રહેલા વિભાગના તબીબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા યુવકને મીની ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પરના તબીબી નર્સિંગ સ્ટાફે પોતાની સૂઝ બુઝથી ગણતરીના સમયમાં યુવકના મળમાર્ગમાં ફસાયેલી બોટલ કાઢી આપી હતી. જેથી યુવકને પીડામાંથી મુક્તિ મળી હતી.
જાણવા મળતી વિગત અનુસાર, યુવક ખેત મજૂરી કરે છે. તેમજ તેને બે સંતાન પણ હોવાનું સામે આવ્યું છે. સાથે જ કેટલાક સમયથી તેની માનસિક હાલત ઠીક ન હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. યુવકને સારું થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, આ ચોંકાવનારા અજીબો ગરીબ કિસ્સાના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ઘણી વખત રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં એવો તેમજ યુવતીઓએ પોતાના પ્રાઇવેટ પાર્ટમાં જાતીય આવેગ સમયે ન કરવાના કામ કર્યા હોવાનું સામે આવી ચૂક્યું છે. જેના કારણે અનેક વખત યુવક તેમજ યુવતીઓ મુસીબતોમાં પણ મુકાઈ ગયા હોવાનું સામે આવી ચૂક્યું છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારનો ચોંકાવનાર કિસ્સો સામે આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.