Home /News /rajkot /રાજકોટ: બાઇકચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ઘટનાના સીસીટીવી થયા વાયરલ

રાજકોટ: બાઇકચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ઘટનાના સીસીટીવી થયા વાયરલ

કુવાડવા રોડ પર બાઇકચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા હતા

Rajkot Accident: રાજકોટના કુવાડવા રોડ પરની ઘટના. બાઇક ચાલકે વૃદ્ધને લીધા અડફેટે. વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર ઘટનાના સીસીટીવી થયા વાયરલ

    રાજકોટ: શહેરના કુવાડવા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કુવાડવા રોડ પર બાઇકચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. બાઇકની અડફેટે વૃદ્ધને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જ્યારે ઘટના સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે.

    બાઇક ચાલકે વૃદ્ધને લીધા હડફેટે

    દરરોજ અનેક અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં રસ્તા પર ચાલીને જઇ રહેલા વૃદ્ધને બાઇકચાલકે અડફેટે લીધા હતા. વૃદ્ધ જઇ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવી રહેલા બાઇકચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે બાઇકચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા.


    આ પણ વાંચો: પરપ્રાંતિય નર્સને ઢસડીને અવાવરું જગ્યા લઈ જવાનો પ્રયાસ, સિવિલ ખસેડાઇ

    સમગ્ર ઘટનાના સીસીટીવી થયા વાયરલ

    રાજકોટ કુવાડવા રોડ પર આવેલી આસ્થા હોસ્પિટલ પાસેની આ ઘટના છે, જ્યાં બાઈકચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, કેવી રીતે વૃદ્ધ રસ્તા પર ચાલીને જઇ રહ્યા હતા. આવામાં અચાનક જ પાછળથી આવી રહેલા બાઇકચાલકે વૃદ્ધને ટક્કર મારી હતી. જે બાદ વૃદ્ધ રસ્તા પર બેસી પડ્યાં હતાં. જોકે, સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બાઇકચાલક બાઇક ઉભું રાખીને વૃદ્ધ પાસે આવે છે અને તેમને ઉભા કરવાનો પ્રયાસ કરે છે. આ ઘટનામાં વૃદ્ધને ઇઝા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident CCTV, Gujarat News, Rajkot News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन