Home /News /rajkot /રાજકોટ: 11 વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીથી નિપજ્યું મોત

રાજકોટ: 11 વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીથી નિપજ્યું મોત

ધોરણ 4માં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીના લીધે મોત

ખાસ સાવચેત રહેવાની જરૂર. રાજકોટમાં તાવ-ઉલટીથી વિદ્યાર્થિનીનું મોત. ધોરણ 4માં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત.

રાજકોટ: હાલ બેવડી ઋતુના લીધે રોગચાળો વકરી રહ્યો છે. મોટાભાગના લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધુ અસર જોવા મળી રહી છે. આવામાં રાજકોટમાં તાવ અને ઉલટીના લીધે વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ 4માં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીના લીધે મોત નિપજ્યું છે. વ્હાલી દિકરીના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

તાવ અને ઉલટીથી વિદ્યાર્થિનીનું મોત

રાજકોટમાં તાવ અને ઉલટીથી વિદ્યાર્થિનીનું મોત થયું છે. ધો. 4માં ભણતી 11 વર્ષીય રાધિકા રાય નામની વિદ્યાર્થિનીનું બીમારીથી મોત થયું છે. આ વિદ્યાર્થિની ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી હતી. જેનું તાવ અને શરદીના લીધે મૃત્યુ થયું છે. જેના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર જબરી છેતરપિંડી, ટાંકીમાંથી પેટ્રોલ ઓછું નીકળતાં બોલાવી પોલીસ

રાજકોટમાં 146 કોરોનાના એક્ટિવ કેસ

બીજી બાજુ, રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં થઇ રહેલો વધારો ચિંતામાં મૂકી રહ્યો છે. રાજકોટ શહેરમાં હાલ 146 જેવા કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જેમાં એક દર્દી ખાનગી હોસપિટલ વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય દર્દીઓ તબિયત પ્રમાણમાં સારી છે. જોકે, આમ છતાં ડોક્ટરે આવા દર્દીઓને હોમ આઇસોલેટ રહેવાની સલાહ આપી છે.

કોવિડ હોસ્પિટલમાં 100 બેડ તૈયાર રખાયા

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા કોરોનાના કેસને લઈને રાજકોટનું આરોગ્યતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં 100 બેડ તૈયાર રખાયા છે. આ ઉપરાંત અહીંયા ઓક્સિજન સહિતની વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોનાના કેસ રાજકોટ શહેરમાં નહિવત જોવા મળતા હતા. જોકે, છેલ્લા 20 દિવસ જેટલા સમયમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પણ કહ્યું હતું કે, જે દર્દીઓને કોરોના થાય છે તેઓ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર કોરોના ટેસ્ટ કરાવે. તમામ આરોગ્ય કેન્દ્ર પર હાલ કોરોના ટેસ્ટ માટેની પર્યાપ્ત માત્રામાં કીટ પણ ઉપલબ્ધ કરાવાય છે.
First published:

Tags: Gujarat News, Rajkot News