Home /News /rajkot /રાજકોટઃ મોડી રાતથી શહેરમાં ધીમીધારે વરસાદ, 24 કલાકમાં 1.75 ઇંચ વરસાદ

રાજકોટઃ મોડી રાતથી શહેરમાં ધીમીધારે વરસાદ, 24 કલાકમાં 1.75 ઇંચ વરસાદ

રાજકોટમાં ધીમીધારે વરસાદ

રાજકોટ શહેર તેમજ જસદણ અને ગોંડલમાં ધીમેધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની પધરામણીની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

હરિન માત્રાવડિયા, રાજકોટ

રાજકોટ શહેરમાં શુક્રવારે મોડી રાતથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 1.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં આનંદની લહેર

શુક્રવારે રાતથી જ રાજકોટ શહેર તેમજ જસદણ અને ગોંડલમાં ધીમેધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની પધરામણીની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વાવણી બાદ પાક પર વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી હતી. વરસાદની પધરામણીની સાથે જ પાક નિષ્ફળ જવાની ચિંતા ટળી છે.

વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજકોટનું જળસંકટ પણ હળવું થવાની આશા છે. વરસાદની અડધી સિઝન પૂરી થવા આવી છતાં રાજકોટને પાણી પૂરુ પાડતા ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપી છે ત્યારે આશા રાખવામાં આવી રહી છે કે બીજા રાઉન્ડમાં પીવાના પાણીની સમસ્યાનું સંકટ પણ દૂર થશે.

કેરળથી ઓખા આવતી ટ્રેન રદ

કેરળમાં ભારે વરસાદની અસર સૌરાષ્ટ્ર તરફ આવતી ટ્રેન સેવા પર પહોંચી છે. ભારે વરસાદને કારણે ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેન 17મી ઓગસ્ટના રોજ અર્નામકુલથી ઉપડીને 20 તારખીના રોજ ઓખા પહોંચવાની હતી જે રદ કરવામાં આવી છે.

બે દિવસનો પાણીકાપ

ન્યારી ફિલ્ટર અને સોજિત્રાનગર પ્લાન્ટમાં સ્કાડા સિસ્ટમની કામગીરીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગર પાલિકાએ વિવિધ વોર્ડમાં બે દિવસનો પાણી કાપ જાહેર કર્યો છે. જેમાં 19મી તારીખે અને 24મી તારીખે પાણી નહીં મળે. 19મી ઓગસ્ટના રોજ વોર્ડ નં.8, 10, 11, 2 અને 7માં પાણીકાપ, જ્યારે 24મી ઓગસ્ટના રોજ વોર્ડ નં.11, 13, 8, 10 અને 11માં પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે.
First published:

Tags: Gujarat rain, Heavy rain forecast, IMD, Rajkot district, Saurashtra, રાજકોટ, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો