Home /News /rajkot /

રાજકોટ સમાચાર : ટ્રેનની જનરલ ટિકિટના રિઝર્વેશનમાંથી મળશે મુક્તિ; રાજકોટ રેલવે ડિવિઝનમાં 1 જૂનથી અમલ

રાજકોટ સમાચાર : ટ્રેનની જનરલ ટિકિટના રિઝર્વેશનમાંથી મળશે મુક્તિ; રાજકોટ રેલવે ડિવિઝનમાં 1 જૂનથી અમલ

રાજકોટ

રાજકોટ ડિવિઝનની 15 ટ્રેનમાં શરૂઆત થશે

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે વધુ સારો નિર્ણય લેવાયો છે. અઢી વર્ષ બાદ હવે કોરોના હળવો થતા રેલવે જનરલ ટિકિટના રિઝર્વેશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેનો પ્રથમ અમલ 1 જૂનથી રાજકોટ રેલવે ડિવિઝનથી કરવામાં આવશે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: કોરોના મહામારી (Corona epidemic) એ આખા વિશ્વમાં ભરડો લીધો હતો. મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) ફરજિયાત કરવામાં આવ્યું હતું. જેને લઇને રેલવે દ્વારા જનરલ ટિકિટ (Railway general tickets booking) નું પણ રિઝર્વેશન કરાવવાનું ફરજિયાત કર્યું હતું. જોકે અઢી વર્ષ બાદ હવે કોરોના હળવો થતા રેલવે દ્વારા જનરલ ટિકિટના રિઝર્વેશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેનો પ્રથમ અમલ 1 જૂનથી રાજકોટ રેલવે ડિવિઝન (Rajkot Railway Division) થી કરવામાં આવશે.


    રાજકોટ ડિવિઝનની 15 ટ્રેનમાં શરૂઆત થશે


    જનરલ કોચમાં રિઝર્વેશન ટિકિટની સિસ્ટમ કાઢી નાંખવાનું શરૂ થતા ઇમરજન્સીમાં છેલ્લી ઘડીએ મુસાફરી કરવા માંગતા મુસાફરોને મોટી રાહત મળશે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 15 ટ્રેનોમાં 1લી જૂનથી જનરલ કોચમાં મુસાફરી કરવા માટે અનરિઝર્વ્ડ ટિકિટો આપવાની મંજૂરી આપવામાં આવી છે.


    કઈ ટ્રેનમાં રિઝર્વેશમાંથી મુક્તિ મળશે


    રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 1 જૂનથી ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસમાં, ટ્રેન નં.19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં, ટ્રેન નં. 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસમાં, ટ્રેન નં 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં, ટ્રેન નં 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટમાં, ટ્રેન નં 22958વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટમાં તથા ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એકસપ્રેસમાં અને ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એકસપ્રેસમાં જનરલ ટિકિટ અપાશે.


    ટ્રેન નં 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસમાં તા.7થી ટ્રેન નં 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસમાં 3 જૂનથી, ટ્રેન નં. 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં 4 જૂનથી અમલી કરાશે.


    જ્યારે ટ્રેન નં. 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં 6 જૂનથી ટ્રેન નં. 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસમાં ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસમાં 6 જૂનથી અને ટ્રેન નં. 19573 ઓખા-જયપુર એક્સપ્રેસમાં 6 જૂનથી મુસાફરને જનરલ ટિકિટ આપવામાં આવશે

    First published:

    Tags: ભારતીય રેલવે, રાજકોટના સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन