Home /News /rajkot /ભૂરાના ભરોસે ભણતર? રાજકોટની શાળાનો વીડિયો વાયરલ થતાં વાલીઓમાં રોષ

ભૂરાના ભરોસે ભણતર? રાજકોટની શાળાનો વીડિયો વાયરલ થતાં વાલીઓમાં રોષ

રાજકોટની શાળાનો વીડિયો વાયરલ થતાં વાલીઓમાં રોષ

Rajkot school video viral: આવી રીતે ભણશે ગુજરાત? ભૂરાના ભરોસે ભણતર? રાજકોટની શાળાનો વીડિયો વાયરલ થતાં વાલીઓમાં રોષ, અહીં શિક્ષકો નહીં પણ ભૂરો બાળકોને આપી રહ્યો છે શિક્ષણ?

રાજકોટ: ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શખ્સ વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વીડિયોમાં દેખાતા બાળકો પણ એ વાત સ્વીકારતા નજરે પડ્યા હતા કે, તેમની પાસે ઉભેલો વ્યક્તિ તેમને દરરોજ ભણાવે છે, પરંતુ એ વ્યક્તિ વિદ્યાર્થીઓને ભણાવવાનું કોઈ જ ડિગ્રી કે લાયકાત ન ધરાવતો હોવાનું વીડિયોના માધ્યમથી જાણવા મળતું હતું. વીડિયોમાં દેખાતો વ્યક્તિ તેમનું નામ ભૂરો હોવાનું જણાવી રહ્યો હતો.

શું કહે છે શાળાના પ્રિન્સિપાલ?

શાળા નંબર 62ના પટાંગણમાં આવી હોવાનું સામે આવ્યું હતું અને વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓ શાળા નંબર 62ના હોવાનું સામે આવ્યું હતું. આ શાળાના પ્રિન્સિપાલ સાથે સંપર્ક કરાતા તેમણે ન્યૂઝ18ની ટીમ સમક્ષ એ વાત કબૂલી હતી કે, વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે અહીંયા સમય દાન આપવા આવે છે. શાળાની વિવિધ કામગીરી માટે તેમની મદદ લેવાતી હોવાનું પ્રિન્સિપાલે સ્વીકાર્યું હતું. તે શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના કારણે સ્વેચ્છાએ જ અહીંયા પોતાની સેવા અવારનવાર આપવા આવે છે. જોકે, આ વ્યક્તિ દ્વારા શાળાના બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હોવાની વાત તેમણે નકારી હતી.


આ પણ વાંચો: અમદાવાદ પોલીસે વ્યાજખોરોની ચરબી ઉતારી, પાંચથી વધુ ફરિયાદ

વીડિયો વાયરલ થતાં વાલીઓમાં આક્રોશ

તેમણે આ વ્યક્તિ દ્વારા કોઈ જ અભ્યાસ કરવામાં ન આવતો હોવાનું જણાવ્યું હતું. શાળાના શિક્ષકો જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. તેમજ શિક્ષકો સમયસર પણ આવતા હોવાની વાત પ્રિન્સિપાલે જણાવી હતી. જ્યારે આ અંગે સ્થાનિક આગેવાનોએ પણ કહ્યું હતું કે, આ વીડિયો વાયરલ થયા બાદ અહીંયા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીંયા અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઇચ્છી રહ્યા છે કે, તેમના બાળકને લાયક વ્યક્તિ દ્વારા જ અભ્યાસ કરાવવામાં આવે. સાથે જ જો શાળાને મદદની જરૂર હોય તો યોગ્ય વ્યક્તિની મદદ લે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News, વાયરલ વીડિયો

विज्ञापन
विज्ञापन