Home /News /rajkot /AAPના સરકાર રચવાના દાવા પર પુરુષોત્તમ રૂપાલાએ અનોખા અંદાજમાં જવાબ આપ્યો

AAPના સરકાર રચવાના દાવા પર પુરુષોત્તમ રૂપાલાએ અનોખા અંદાજમાં જવાબ આપ્યો

આમ આદમી પાર્ટીના સરકાર રચવાના દાવા સામે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ છેદ જ ઉડાવી દીધો છે.

Gujarat Politics: AAPની ગેરંટની વાત પર તેમણે કહ્યું કે, તેને ક્યાં આવવાનુ છે તો આ વિચારવાનુ છે. રુપાલા પોતાના વિરોધીઓને અનોખા અંદાજમાં જવાબ આપવા માટે જાણીતા છે.

ધોરાજી: વિધાનસભાની ચૂંટણી ગમે તે સમયે જાહેર થઇ શકે છે ત્યારે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં ભાજપ સરકારને ઘેરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને અવારનવાર નિવેદનો આપી રહ્યા છે. સાથે જ તેઓ ગુજરાતની પ્રજાને ગેરંટીઓ આપી રહ્યા છે. જેને ભારતીય જનતા પાર્ટી ફ્રીની રેવડી ગણાવી રહી છે. ત્યારે ગુજરાત ભાજપના નેતાઓ પણ અરવિંદ કેજરીવાલને આડેહાથ લઈ મસમોટા આક્ષેપો કરી રહ્યા છે.

જોકે આજે આમ આદમી પાર્ટીના સરકાર રચવાના દાવા સામે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ છેદ જ ઉડાવી દીધો છે. પ્રશ્નના જવાબમાં રૂપાલાએ કહ્યું કે, આને દાવો નહીં પરંતુ વારતારો કહેવાય છે. અને તે જ્યોતિષનુ કામ છે. ચૂંટણી સમયે આવા વરતારાને કોઈ ધ્યાન પણ આપતુ નથી. વળી તેમણે AAPએ આપેલી ગંરેટી સામે પણ માર્મિક રીતે જવાબ આપ્યો હતો.



AAPની ગેરંટની વાત પર તેમણે કહ્યું કે, તેને ક્યાં આવવાનુ છે તો આ વિચારવાનુ છે. રુપાલા પોતાના વિરોધીઓને અનોખા અંદાજમાં જવાબ આપવા માટે જાણીતા છે. ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રૂપાલાએ આ વાત કરી હતી. ઉપલેટા અને ધોરાજીમાં તેમમે સભા અને સંમેલનો યોજ્યા હતા. રૂપાલાએ પાટણવાવથી યાત્રા શરૂ કરી હતી. જ્યાં પાટણવાવમાં બપોરે સભા પણ યોજી હતી. સભામાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસની ગાથાઓ રજૂ કરી હતી.

આ પણ વાંચો- અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહે ગઇ કાલે નિવેદન આપતા અરવિંદ કેજરીવાલને મનોરોગી સાથે સરખાવ્યા હતા. માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમમા હાજર રહેલા દેવુસિંહ ચૌહાણે આપ દ્વારા જાહેર કરાયેલી ગેરંટી મુદ્દે પણ પ્રહાર કર્યા હતા. કેજરીવાલ દ્વારા આપની સરકાર બનવા મુદ્દે આપેલા નિવેદન પર વળતો પ્રહાર કરતા કેજરીવાલની મનોદશા બગડી છે અને તેઓ મનોરોગીની જેમ દિવાસ્વપ્નો જોતા હોવાનુ જણાવ્યુ હતું.
First published:

Tags: Assembly elections, Dhoraji, Gujarat Politics, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો