Home /News /rajkot /લ્યો બોલો! ગધેડાના તાજા જન્મેલા બચ્ચાઓ માટે વધામણીનો કાર્યક્રમ, જાણો આ પશુ પ્રેમનું કારણ

લ્યો બોલો! ગધેડાના તાજા જન્મેલા બચ્ચાઓ માટે વધામણીનો કાર્યક્રમ, જાણો આ પશુ પ્રેમનું કારણ

લુપ્ત થતી હાલારી ગધેડાની પ્રજાતિ

Halari Donkey In Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલ્કી ગામે હાલારી ગધેડાના ખોલકાઓના વધામણીનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટાભાઈ ભરવાડ સમાજના અંદાજિત 150થી પણ વધુ લોકો તેમજ હાલારી ગધેડાનો ઉછેર કરનાર માલધારી ભાઈઓ બહેનો તેમજ પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ ...
રાજકોટ: સામાન્ય રીતે આપણે ગૌ પૂજન તેમજ અશ્વ પૂજનના કાર્યક્રમ યોજતા હોય તેવું સાંભળ્યું છે. પરંતુ શું ક્યારેય તમે સાંભળ્યું છે કે, ગધેડાના ખોલકાઓની વધામણી માટે પણ કોઈ કાર્યક્રમ યોજાયો હોય. જી હા, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલ્કી ગામે હાલારી ગધેડાના ખોલકાઓના વધામણીનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટાભાઈ ભરવાડ સમાજના અંદાજિત 150થી પણ વધુ લોકો તેમજ હાલારી ગધેડાનો ઉછેર કરનાર માલધારી ભાઈઓ બહેનો તેમજ પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંદર્ભે ગધેડાના તાજા જન્મેલા ખોલકાઓને કુમકુમ તિલક તેમજ અક્ષતથી વધાવવામાં આવ્યા હતા. તો સાથે જ ચુંદડી ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.

લુપ્ત થતી હાલારી ગધેડાની પ્રજાતિ


આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય હતો કે, હાલારી ગધેડાની સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત ભરમાં પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. હાલારી ગધેડાની સંખ્યા હાલ માત્ર 417 જેટલી છે. આ નસલના ગધેડાઓની પ્રજાતિનું સંરક્ષણ થાય અને સંવર્ધન થાય તે ખૂબ જરૂરી છે. ગાયનું દૂધ જેટલું આરોગ્ય માટે સારું ગણવામાં આવે છે. તેવા જ કેટલાક ગુણકારી ગુણો ગધેડીના દૂધમાં પણ જોવા મળે છે. ગધેડીનું દૂધ ખાસ કરીને મહિલાઓના સૌંદર્યપ્રસાધનોને લગતી ચીજવસ્તુઓના બનાવટમાં વપરાય છે. હાલ હાલારી ગધેડાનો ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો ચિંતિત, ચેકડેમ બનાવી પાણી પૂરુ પાડવામાં આવે તેવી માંગ

ગધેડાના સંરક્ષણ માટે રખાયો કાર્યક્રમ


ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે હાલારી ગધેડાના સંરક્ષણ માટે ગોદ ભરાઈનો સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે તાજા જન્મેલા બચ્ચાઓનો વધામણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે સહજીવન ટ્રસ્ટ તથા હાલારી ગધેડા સંરક્ષણ સમિતિ દ્વારા રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં હાલારી ગધેડાઓની સંખ્યા દિન પ્રતિદિન વધે તે માટે કાર્ય કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગીરના દેશી ગોળ પર GSTનો દર ઘટાડી 18 ટકાના બદલે 5 ટકા કરવામાં આવ્યો

ગધેડાના ખોલકાઓના વધામણીનો સમારોહ


રાજકોટમાં હાલારી ગધેડા સંરક્ષણ સમિતિ અને સાથે સાથે અન્ય આગેવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલ્કી ગામે હાલારી ગધેડાના ખોલકાઓના વધામણીનો સમારોહ યોજાયો હતો. ગુજરાત અવનવી વાતો માટે જાણીતુ છે. રાજકોટમાં પણ આવો અનેરો પશું પ્રેમ જોવા મળ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Donkey, Latest News Rajkot, Rajkot News