Home /News /rajkot /Rajkot : ઘરબેઠા જાણી લો માર્કેટ યાર્ડમાં શું છે કપાસ, મગફળી, તલના ભાવ

Rajkot : ઘરબેઠા જાણી લો માર્કેટ યાર્ડમાં શું છે કપાસ, મગફળી, તલના ભાવ

માર્કેટ યાર્ડમાં શું છે આજના ભાવ, જાણો કપાસ, મગફળી, તલ અને સોયાબીનના ભાવ.

માર્કેટ યાર્ડમાં શું છે આજના ભાવ, જાણો કપાસ, મગફળી, તલ અને સોયાબીનના ભાવ.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરતા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોનેઅત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાંછે.માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળે છે. અહિંયા દુર દુરથી ખેડૂતો તેનો પાક વેંચવામાટે આવી રહ્યાં છે.


    માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મરચાના ભાવ આસમાને છે

    રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચાના ભાવ અત્યારે 3200થી 5800 રૂપિયા ભાઈ બોલાઈ રહ્યાં છે. જેથી ગોંડલના પંથકના ખેડૂતોસુકા મરચા વહેંચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યાં છે. રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલક આવક શરૂ થઈ છે. યાર્ડની બહાર વહેલી સવારથી લગભગ 1000થી વધુવાહનોની કતાર લાગી જાય છે.ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતો ટેકાના ભાવે હાલમાં મગફળી વહેંચવાનુંટાળી રહ્યા છે વાહનોની કતાર લાગી હતી.




    જાણો અન્ય પાકોના શું ભાવ બોલાયા.

    માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1700થી 1800 બોલાયા, ઘઉંનો ભાવ 400થી 600 રૂપિયા, મગફળીના ભાવ 1000થી1240 રૂપિયા, સોયાબીનના ભાવ 900થી 1500 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 1800થી 560 રૂપિયા બોલાયો હતો.આસાથે જ શાકભાજીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોનાખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.


    તમને જણાવી દયે કે રાજકોટ બેડી માર્કેટ યાર્ડએ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. દિવાળી બાદથી જ ધીમે ધીમેમગફળી સહિતના પાકની આવક યાર્ડની અંદર શરૂ થઈ ગઈ છે.. જો કે હવે મોટાભાગના તમામ ખેડૂતોએ ખેતરમાંથી મગફળીકાઢી બજારમાં વહેંચવા માટે મૂકી રહ્યા છે ત્યારે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે મગફળીની આવક શરૂ કરવા જાહેરાત કરતાસાથે વહેલી સવારથી ખેડૂતો પોતાના વાહનમાં મગફળી વહેંચવા માટે આવી પહોંચે છે.
    First published:

    Tags: Local 18, એપીએમસી, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन